મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ મોંઘવારીના સમયમાં આપણે બેન્કો પાસેથી લોન લઈએ છીએ, પરંતુ તેને ચુકાવવાના સમયે મોટા ભાગે એવી ભુલો કરી બેસીએ છીએ કે જેનાથી આપણને લેટ પેમેન્ટ ચાર્જ આપવો પડે છે. એટલું જ નહીં જો ઈએમઆઈ ચુકવવામાં મોડું કરીએ છીએ તો આપણો ક્રેડિટ સ્કોર પણ ઓછો થાય છે, જેને કારણે ભવિષ્યમાં લોન લેવાનું મુશ્કેલ બને છે.

લેટ પેમેન્ટ ચાર્જ અને ડિફોલ્ટર થવાથી બચવા માટે આપને અમે કેટલીક બાબતો જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી આપને લોન મળવું પણ સરળ રહેશે અને આપના ઈએમઆઈ ભરવામાં પણ કોઈ પરેશાની નહીં થાય.

લોનનો પીરિયડ વધારાવો

જો આપ ઈએમઆઈની ચુકવણી સમય પર નથી કરી શકતા તો તેને કારણે આપ આર્થિક સંકટ સાથે સતત ઝૂંઝતા જ રહેશો, તો આપ પોતાના હાલના ઋણદાતાથી લોનનો પીરિયડ વધારવાનો અનુરોધ કરી શકો છો. તેવું કરવાથી આપને રકમની ચુકવણી કરવા માટે વધુ સમય મળી જશે. ચુકવણી માટે વધુ સમય મળવા પર ડિપોલ્ટની સંભાવનાઓ ઘટી જશે. જોકે સાથે જ આપના લોનનો પીરિયડ વધતાં આપને વ્યાજ પણ વધુ ચુકવવાનું થશે પણ આપને હાલમાં પડતું ભારણ ઘટશે.

ઓછા વ્યાજ પર નાણાં ધિરનાર પાસે જાઓ

જો આપે પણ લોન લીધી છે અને આપને તેના ઈએમઆઈ ભરવામાં મુશ્કેલી થઈ રહી છે તો, જાણવા જેવું છે. બેલેન્સ ટ્રાન્સફર કરીને કોઈ બીજા ધિરાણકરતા પાસે કે જે ઓછા વ્યાજદરે લોન આપે તેની પાસે જવું આપના માટે લાભદાયક છે. જોકે બેલેન્સ ટ્રાન્સફર કરવાનો વિકલ્પ નક્કી કરતાં પહેલા આપે તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ધિરાણકર્તા તેને એક નવી લોન અરજી તરીકે માનશે તેથી પ્રોસેસિંગ ફિસ અને એડમિનિસ્ટ્રેટિવ ફિસ જેવા ચાર્જીસ લાગશે તે કેટલા છે વગેરે જાણીને નક્કી કરવું.

આર્થિક સંકટથી જૂજવા માટે પોતાની પાસે રાખો ઈમર્જન્સી ફંડ

સમય પર ઈએમઆઈ ચુકવવા માટે આપને બચત કરીને ઈમર્જન્સી ફંડ તરીકે પોતાની પાસે કેટલીક રકમ રાખવી પડશે. જેમાં પોતાના પગારના 10થી 20 ટકા જેટલી રકમ ઓછામાં ઓછી તેમાં જમા કરતાં રહેવાથી અથવા એક સાથે એક થોડી મોટી રકમ ઈમર્જન્સી ફંડ તરીકે રાખવી જોઈએ. તે તમને ક્યારેક સામે આવી જનારા આર્થિક સંકટ સામે મદદ આપશે. જો આપના જીવનમાં કાંઈક ખરાબ થશે (પ્રાથના છે ન થાય) પણ છતાં થાય, જેમ કે નોકરી છૂટી જવી, અચાનક પરિવારમાં મોટી બિમારી આવવી વગેરે સમયે આપની લોન ચુકવવાની ક્ષમતા પર આ ફંડને કારણે કોઈ અસર પહોંચશે નહીં.