મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ શું તમે અન્યો કરતાં કાંઈક જુદુ વિચારી શકો છો... શું તમારા મગજમાં રોજ નવા આઈડિયા આવે છે... શું તમે ક્રિએટિવ છો... જો આ સવાલોનો જવાબ હાં છે તો 26 લાખ રૂપિયા લગભગ તમારી રાહ જોઈ રહ્યા છે. ખાસ વાત એ છે કે આ નાણા કોઈ ચાર દિવસ પહેલા બનેલી કે કોઈ ફ્રોડ કંપની કે વ્યક્તિના એક કા તિન વાળા કોઈ ધૂતારા જેવા આઈડિયાથી નથી મળવાના પણ આ નેશન એરોનોટિક્સ એન્ડ સ્પેશ એડમિનિસ્ટ્રેશન (નાસા) આપી રહ્યું છે. આવો હવે વાત કરીએ 26 લાખ અંગેની જે જાણવા આપ અહીં અમારી સાથે છો.

નાસા ચંદ્રમા પર અંતરિક્ષ યાત્રીઓને રહેવા માટે કામગીરીમાં જોતરાયેલું છે. આ કડીમાં નાસાએ એક ખુલ્લી ચેલેન્જ આપી છે. જેને કોઈ પણ સ્વીકાર કરીને જીતીને 26 લાખનું ઈનામ લઈ જઈ શકે છે.

નાસાએ ટોઈલેટ ડિઝાઈન માટે ચેલેન્જ આપી છે. આ ટોઈલેટને એવી રીતે ડિઝાઈન કરવાનું છે જેનો ઉપયોગ સુક્ષ્મ ગુરુત્વાકર્ષણ અને ચંદ્ર ગુરુત્વાકર્ષણ બંનેમાં થઈ શકે. નાસાએ કહ્યું છે કે, અંતરિક્ષ યાત્રી ખાવા અને પીવા, તથા બાદમાં પેશાબ કરવા માટે સુક્ષ્મ ગુરુત્વા કર્ષણમાં ટોઈલેટ કરશે.

નાસાએ કહ્યું કે, જ્યારે અંતરિક્ષ યાત્રિ કેબિનના અંદર રહે છે અને પછી બહાર આવે છે તો તેમને એક શૌચાલયની જરૂર હો છે. જેમાં પૃથ્વી પરના લોકોની જેમ જ તમામ ક્ષમતા હોય. અંતરિક્ષ શૌચાલય માટે સાર્વજનિક ડિઝાઈન્સને આર્ટિમિસ ચંદ્ર લેન્ડર્સમાં ઉપયોગને માટે અનુકુલિત કરાઈ શકે છે. જે મનુષ્યોને ચંદ્રમા પર પાછા લઈ જાય છે. અમેરિકી અંતરિક્ષ એજન્સીએ નિવેદન આપ્યું છે કે અંતરિક્ષમાં શૌચાલય પહેલાથી જ હાજર છે અને આંતરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનમાં ઉપયોગ કરાય છે, તેને ફક્ત માઈક્રોગ્રેવિટી માટે ડિઝાઈન કરાયેલું છે.

નાસાનું માનવ લેન્ડિંગ સિસ્ટમ કાર્યક્રમ આગામી પેઢીના ઉપકરણની શોધમાં છે જે નાના, સારા કુશળ અને માઈક્રોગ્રેવિટી તથા ચંદ્ર ગુરુત્વાકર્ષણ બંનેમાં કામ કરી શકે. નાસા આ ગ્લોબલ ટોઈલેટ ચેલેન્જમાં બે કેટેગરિઝ આપી રહ્યું છે. જેમાં ટેક્નિકલ અને જૂનિયર પણ શામેલ છે. ડિઝાઈન મોકલવાની અંતિમ તારીખ 17 ઓગસ્ટ છે. નાસાના આર્ટમિસ મૂન મશન 2024 સુધી પહેલી મહિલા અને આગામી પુરુષને ચંદ્રની જમીન પર ઉતારશે.