મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ કોરોના કરતા આપણને તમામને કોરોનાનો ડર વધારે સતાવી રહ્યો છે.છેલ્લાં 60 દિવસમાં કોરોનાની માહિતી પ્રજા સુધી પહોંચાડવામાં પત્રકારોની ભુમીકા પણ મહત્વની રહી છે.ખાસ કરી ટેલીવીઝન ચેનલમાં કામ કરતા રીપોર્ટર અને કેમેરામેન મજબુરી એવી હતી કે કોરોના ભય વચ્ચે પણ તેમણે રસ્તા અને હોસ્પિટલમાં જઈ રીપોર્ટીંગ કરવાુનું હતું,અત્યંત જોખમી સમયમાં રીપોર્ટીંગ કરવાનું હતું,પણ પોલીસ અને ડૉકટરની જેમ રીપોર્ટર અને કેમેરામેન માટે પણ પોતાનો જીવ જોખમમાં મુકી કામ કરવાનું હતું.

સંદેશ ટીવીમાં કામ કરતા રીપોર્ટર મનોજ અગ્રવાતને આ પ્રકારનો જોખમ ઉપાડવાની પહેલાથી જ આદત છે.અમદાવાદમાં કોરોના પોઝીટીવ દર્દીના ઘરે પીપીઈ કીટ પહેરી મનોજ રીપોર્ટીંગ કરવા ગયો હતો, પણ તેનું આ જોખમ તેના માટે ધાતક સાબીત થશે તેવા ડર વગર તેણે કામ કર્યુ, પણ આખરે તે કોરોનાથી સંક્રમીત થયો, હાલમાં તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે પણ તે ડરને નથી,ઉલ્ટાનું તે આપણને હિમંત આપવાનું કામ કરે છે હોસ્પિટલમાં રહેલા મનોજ અગ્રવાતે હોસ્પિટલમાંથી મારા અને તમારા માટે એક વિડીયો બનાવ્યો છે જુઓ વિડીયો