મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ હાલમાં જ રમાયેલા વર્લ્ડકપ 2019માં ઈંગલેન્ડનો વિજય થયો અને તે મેચ તમામે ઘણી ઉત્સુક્તાથી જોઈ છે. આવી જ ઉત્સુક્તા ભરી મેચ થોડા સમય પહેલા વર્લ્ડકપની સેમીફાઈનલની મેચ હતી જેમાં ભારત રમી રહ્યું હતું. પરંતુ ન્યૂઝિલેન્ડ સામેની હાર બાદ ધોનીનું ક્રિકેટ કરિયર પૂર્ણ મનાઈ રહ્યું છે.

સાંભળવા મળી રહ્યું છે કે સિલેક્ટર્સએ આ વાતનો મોટો સંકેત આપ્યો છે કે જો ટીમ ઈન્ડિયાને 2011માં વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર ધોની રિયારમેન્ટ નથી લેતા, તો કદાચ જ તે ટીમ ઈન્ડિયા માટે ક્યારેક રમી શકે. આ અંગે ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદ જલ્દી જ ધોની સાથે વાત પણ કરશે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદ જલ્દી જ ધોની સાથે વાત કરશે. એવું ત્યારે થશ જ્યારે ધોની જો પહેલા જ પોતાના નિર્ણય અંગે પ્રસાદને જાણકારી ન આપે તો. રિપોર્ટ અનુસાર આગામી ટી20 વર્લ્ડ કપ 2020ના પ્લાનીંગનો તે હિસ્સો બને તેવું પણ નથી લાગતું. તેને સમ્માન સાથે ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવીદા કહેવી જઈએ. હવે તે અગાઉ જેવી લય હાંસલ નહીં કરી શકે, જે ક્યારેક હતી.

સૂત્રનું કહેવું છે કે, ઋષભ પંજ જેવા યુવા ક્રિકેટર પોતાની વારી આવે તેની રાહ જુએ છે. ત્યાં ધોની હવે પહેલા જેવો ફિનિશર નથી રહ્યો. 6 કે 7 નંબપ પર બેટીંગ કરવા ઉતરે છે તો સંઘર્ષ કરતો જોવા મળ છે. તે ટીમને નુકસાન પહોંચાડી રહ્યો છે. આપને જણાવી દઈએ કે ન્યૂઝિલેન્ટ સામે સેમીફાઈનલમાં ધોની ધીમી ગતીએ રમ્યો હતો અને આખરી સમયે બોલની સામે વધુ રન જોઈતા હતા તો પણ તે આઉટ થઈ ગયો અને આખરે ભારત 18 રને હારીને વર્લ્ડ કપની બહાર ફેંકાઈ ગયું.

રસપ્રદ વાત એ છે કે વર્લ્ડ કપ બાદ નિવૃત્તિ લેવા મુદ્દા પર ક્યારેય સિલેક્ટર્સ અને ધોની વચ્ચે વાત થઈ નથી. આ અંગે સૂત્રોનું કહેવું છે કે અમે નથી જાણતા કે ધોનું ધ્યાન ક્યાં ભટકે છે. અમે ઈચ્છતા હતા કે ધોની પોતાનું પૂરુ ધ્યાન વર્લ્ડ કપ પર લગાવે અને તેને દેશ લાવે. પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. આવું કાંઈ થઈ શકે તેમ જ નથી.