મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ ગુજરાતમાં આજે પણ એવા ગામડા છે કે છે કે ત્યાં સંસ્કૃત ભાષા બોલાય છે  “બ્રહ્મકર્મોદાયી પાઠશાળા” અભ્યાસ કરાવતી પાઠશાળાઓ હવે સમગ્ર રાજ્યમાં આંગણીના વેઢે ગણી શકાય એટલી જ રહી છે. આ પાઠશાળામાં સંસ્કૃત ભાષાનો સંપૂર્ણ અભ્યાસ કરાવવામાં આવે છે, પરંતુ આજના આધુનિક જમાનામા અંગ્રેજી ભાષાએ દેશ અને દુનિયા અને મગજ પર પ્રભુત્વ જમાવ્યું છે. ત્યારે હિન્દુ ધર્મની ‘દેવ’ ભાષા તરીકે ઓળખાતી સંસ્કૃત ભાષા એક સંસ્કૃતિ છે. ત્યારે આદિકાળથી હિન્દુ ધર્મના પવિત્ર વેદો અને ગ્રંથો જે ભાષામા લખાયેલા છે તેવી પ્રચિન અને અર્વાચીન સંસ્ક્રુત ભાષાને જાળવી રાખવા અથાગ પ્રયત્નો થઇ રહ્યા છે.સાબરકાંઠાના કડીયાદરા ગામે આવેલી “બ્રહ્મકર્મોદાયી પાઠશાળા” બંધ થઇ જતા ભારે રોષ ફેલાયો છે.

ઇડર તાલુકાના કડીયાદરા ગામે આવેલી ૧૧૭ વર્ષથી ચાલતી “બ્રહ્મકર્મોદાયી પાઠશાળા” બંધ થઇ જતા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને પૂર્વ વિદ્યાર્થીઓએ હોબાળો મચાવી ગામમાં ટ્રસ્ટી “હાય હાય” ના નારા લગાવી નનામી કાઢી વિરોધ નોંધાવ્યો હતો શાળા ફરીથી શરુ કરવામાં આવેની માંગ પ્રબળ બની છે. જોકે અગાઉ પણ રાજકોટ ખાતે જ્યાં બાળકો ભણતા હતા તેવી આલ્ફ્રેડ સ્કુલ (મહાત્મા ગાંધીની સ્કૂલ)ને બંધ કરી ત્યાં મ્યૂઝિયમ બનાવવામાં આવ્યું ત્યારે પણ ભારે ઉહાપોહ મચ્યો હતો પરંતુ આખરે મ્યૂઝિયમ બન્યું હતું અને શાળા બંધ કરાઈ હતી.