મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ સાબરકાંઠા જીલ્લા વન વિભાગ તંત્રમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીઓએ વિસ્તરણ રેન્જ હિંમતનગર અને ઇન્ચાર્જ આરએફઓ એચ. કે. પંડ્યાના રંગીન મિજાજી અને માનસિક વિકૃત હરકતોથી તંગ આવી સાબરકાંઠા ડીસ્ટ્રીકટ ફોરેસ્ટ અધિકારીને લેખિત જાણ કરતા વનવિભાગ તંત્રમાં હડકંપ મચી ગયો છે. મહિલા કર્મચારીએ આપેલ લેખિત અરજીમાં ફોરેસ્ટર એચ. કે પંડ્યા કેટલી હદે નીચ માનસિકતા છતી થઇ છે. આવા કર્મચારીઓ મહિલાઓ માટે નહીં માનવ સમાજ માટે કલંક રૂપ સાબિત થઇ રહ્યા છે.

સાબરકાંઠા જિલ્લાના વન આલમમાં ચકચાર જગાવતી વિગતો સામે આવી છે. ઇન્ચાર્જ રેન્જ ફોરેસ્ટ ઓફિસરે પાયાના મહિલા કર્મચારીને હેરાન કર્યાના આક્ષેપ સાથેની ૫ પાનની લેખિત રજૂઆત કરી છે. ૫ પાનાંનો લેટર બોમ્બ આવનારા દિવસોમાં અનેક લોકોને દઝાડી શકે છે. લેટર બોમ્બમાં ફોરેસ્ટરે ફરજ દરમ્યાન ગાડીમાં બેસાડી હાથમાં લવ યુ લખી અડપલાં કર્યાની ચોંકાવનારી ફરિયાદ કરી છે. જેથી વાતની ગંભીરતા પારખી જિલ્લા વન અધિકારીએ સૌપ્રથમ ચાર્જ પરત લઈ તપાસ શરૂ કરાવી છે.

હિંમતનગર રેન્જમાં તત્કાલીન ઇન્ચાર્જ આરએફઓ હરેશ પંડ્યા વિરુદ્ધ સનસનીખેજ રજૂઆત થઈ છે. વનવિભાગમાં એકદમ પાયાના મહિલા કર્મચારીએ લેખિતમાં અનેકવિધ આક્ષેપો સાથેની રજૂઆત આપી છે. જેમાં ફરજ દરમ્યાન બોલાવી ગાડીમાં બેસાડી ” હાથમાં આઇ લવ યુ લખ્યું, સાથળ ઉપર હાથ મૂક્યો, દુપટ્ટો ખેંચ્યો, કપડાં ફીટ પહેરવાં, બોડી સારી દેખાય, જવાનીમાં એકલતા, તને પહેલીવાર જોઈ તું ગમી ગઈ ” આ તમામ શબ્દો કહ્યા અને બિભત્સ વર્તન કર્યું હોવાની ગંભીર રજૂઆત રૂબરૂ મળીને પણ કહી છે. આ સાથે વોટ્સએપમાં મેસેજ કરી “જવાબ આપ” કહ્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે.

આધાર ભુત સૂત્રોના જણાવ્યા અનુસાર, મહિલા કર્મચારીની સુંદરતા સામે ફરજ દરમ્યાન જોવાની અને વર્તન કરવાની બાબતે ગંભીર સવાલો ઉભા થયા છે. આથી રજૂઆત આધારે જિલ્લા વન અધિકારી અરવિંદ ગઢવીએ તપાસના આદેશ કર્યા છે. આથી એસીએફ કનકબા રાઠોડ સહિતના કમિટી સભ્યો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આવી સ્થિતિમાં સાબરકાંઠા વનવિભાગના આલમમાં ભારે ચર્ચા ઉભી થઇ છે.

ડીસીએફ અરવિંદ ગઢવીના જણાવ્યા અનુસાર

ઇડર ફોરેસ્ટર મહિલા કર્મીઓને રંજાડતો હોવાની સાથે અશ્લીલ હરકત કરતો હોવા અંગે ડીએફઓ અરુણદાન ગઢવીનો ટેલિફોનિક સંપર્ક કરતા હાલ હું મિટિંગમાં છું અને આની તપાસ કરવામાં આવશે જણાવી ફોન કટ કરી દીધો હતો.