મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હી:  મંગળવારે સુપ્રીમ કોર્ટે ચંદા કોચરના બોમ્બે હાઈકોર્ટના નિર્ણય સામે તેમની અપીલ ફગાવી દીધી હતી. આ અગાઉ બોમ્બે હાઈકોર્ટે આઈસીઆઈસીઆઈ બેંકની ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) અને મેનેજર ડિરેક્ટર (એમડી) ના પદ પરથી બરતરફ કરવા સામે કોચરની અરજી પણ ફગાવી દીધી હતી.

જસ્ટિસ સંજય કિશન કૌલની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યું હતું કે "અમે હાઈકોર્ટના આદેશમાં દખલ કરવા તૈયાર નથી". આ મામલો ખાનગી બેંક અને કર્મચારી વચ્ચેનો છે. માર્ચમાં બોમ્બે હાઈકોર્ટે આઈસીઆઈસીઆઈ બેંકના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ચંદા કોચરને તેમના પદ પરથી હટાવવા સામે દાખલ કરેલી અરજીને ફગાવી દીધી હતી. આ પછી ચાંદ કોચર સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા.

બરતરફ કરવાના નિર્ણયને પડકાર્યો હતો જેને કોચરે 30 નવેમ્બર 2019 ના રોજ હાઈકોર્ટમાં અરજી કરી હતી. તેમના વકીલ વિક્રમ નાનકાનીએ દલીલ કરી હતી કે બેંકે કોચરનું સ્વૈચ્છિક રાજીનામું 5 ઓક્ટોબર, 2018 ના રોજ સ્વીકાર્યું હતું. તેથી, તેને પછીથી બરતરફ કરવું ગેરકાયદેસર છે.

આખો મામલો શું છે?

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ચંદા કોચર, તેના પતિ દીપક કોચર, ધૂત અને અન્ય લોકો સામે આ વર્ષની શરૂઆતમાં આઈસીઆઈઆઈ દ્વારા રૂ. 1,875 કરોડની લોન મંજુર કરવાના મામલામાં કથિત ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારની તપાસ માટે પીએમએલએ હેઠળ ફોજદારી કેસ કર્યો હતો આ પછી, પુરાવા શોધવા ઈડીએ 1 માર્ચે દરોડા પણ પાડ્યા હતા.

સીબીઆઈએ એફઆઈઆરમાં વેણુગોપાલ ધૂતની કંપની સુપ્રીમ એનર્જી અને દીપક કોચરની એક કંપનીનો ઉલ્લેખ કર્યો હતો. ધૂતે કથિત રૂપે દીપકની કંપની ન્યુપાવર રીન્યુએબલ્સ લિમિટેડમાં તેની કંપની સુપ્રીમ એનર્જી દ્વારા રોકાણ કર્યું હતું, બદલામાં ચંદા કોચર આઈસીઆઈસીઆઈ બેંક પાસેથી લોન મંજુર કરાવી આપે.