મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ICICI બેન્ક તરફથી શુક્રવારે મીડિયાના તે રિપોર્ટ્સને ખોટા કહેવાયા જેમાં બેન્કની સીઈઓ તથા સંચાલક નિર્દેશક ચંદા કોચરને જબરજસ્તી રજા પર મોકલી દેવાયાના અહેવાલો સામે આવ્યા હતા. બેન્ક તરફથી કહેવાયું કે કોચર કોઈ પણ જબરજસ્તીની રજા પર નથી તે પહેલાથી નક્કી કરેલી વાર્ષિક રજા પર ગયા છે.

બેન્ક તરફથી 30 મેએ નિયામકમાં દાખલ કરાયેલા એક જવાબમાં આવાતને પણ ખારીજ કરી દેવાઈ કે તેમની તરફથી કોચરના ઉત્તરાધિકારીની શોધ માટે કોઈ સર્ચ કમિટીને બનાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે એક દેવાના સોદા દ્વારા પોતાના પારિવારીક સદસ્યોને લાભ આપવાના મામલામાં કથિત રીતે શામેલ હોવાનો આરોપને લઈને કોચર હાલ સ્વતંત્ર તપાસનો સામનો કરી રહી છે.

કેટલાક મીડિયા રિપોર્ટમાં આવ્યું હતું કે કોચરનો વીડિયોકોન ગ્રુપને મોટી લોન આપવામાં હાથ હોવાની સ્વતંત્ર તપાસને લંબાવવા માટે તેને રજા પર મોકલી દેવામાં આવે છે. જે પહેલા 29 મેએ બેન્ક બોર્ડએ કોઈ સ્વતંત્ર વિશ્વસનીય માણસના નેતૃત્વમાં તપાસ શરૂ કરી નિર્ણય લીધો હતો, જે અજ્ઞાત વ્હિસલ બ્લોઅરની તરફથી બેન્કના એમડી અને સીઈઓ પર લગાવેલા આરોપોની તપાસ ને તેના સત્ય હોવાનું નિરીક્ષણ કરશે. યાદ રહે કે કોચર આ સપ્તાહ કાર્યાલય નહીં આલવે અને 10 જુન બાદ ફરી કાર્યાલયમાં જોડાવાની સંભાવનાઓ છે.