મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ 2019 પૂર્ણ થયા બાદ હવે તમામને વર્ષ 2020માં ઓસ્ટ્રેલિયામાં થનાર ટી20 વર્લ્ડ કપની રાહ છે. ટી20 ક્રિકેટ સાથે આ મહાકુંભ કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે, જોકે હજુ સુધી કેટલીક ટીમો ક્વાલિફાઈંગ ટૂર્નામેન્ટથી પસાર થશે તે પછી ટૂર્નામેન્ટમાં તેમનો પ્રવેશ સુનિશ્ચિત થશે.

આપને જણાવી દઈએ કે શ્રીલંકા અને બાંગ્લાદેશની ટીમ ઓછા રેન્કિંગમાં ચાલતી હોઈ ટૂર્નામેન્ટના માટે સીધી ક્વોલીફાઈ નથી થઈ શકી, તેવામાં હવે આ બંને ટીમ એક સુપર 12માં જગ્યા મેળવવા માટે ક્વાલિફાઈંગ ટૂર્નામેન્ટથી પસાર થશે.

ઉલ્લેખનીય છે કે, હજુ સુધી ટી20 વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ માટે મેજબાન ઓસ્ટ્રેલિયા, ભારત, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ, ન્યૂઝિલેન્ડ, દ.આફ્રીકા, વેસ્ટઈંડીઝ અને અફ્ગાનિસ્તાનની ટીમો પ્રવેશ મેળવી ચુકી છે. આપને જણાવી દઈએ કે વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં મેજબાન ટીમને સીધો પ્રવેશ મળે છે, જ્યારે અન્ય ટીમોને રેન્કિંગ અને ક્વાલીફાયર જીતવાના આધાર પર પ્રવેશ મળે છે.

આઈસીસીએ પુરુષ ટી20 વિશ્વ કપ 2020નું શેડ્યૂલ જાહેર કર્યું છે જેને પગલે ઓસ્ટ્રેલિયામાં આ ટૂર્નામેન્ટ 18 ઓક્ટોબરે શરૂ થઈને અંદાજીત એક મહિના ચાલશે. ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ 15 નવેમ્બરે રમાશે. ટી20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમની પહેલી મેચ 24 ઓક્ટોબરે દક્ષિણ આફ્રીકા સાથે હશે.

ટી20 વર્લ્ડ કપ 2020નું શેડ્યૂલ
પહેલો રાઉન્ડ

18 ઓક્ટોબર 2020, શ્રીલંકા અને ક્વૉલીફાયર એ 3 (સાઈમંડ્સ સ્ટેડિયમ), ક્વૉલીફાયર એ 2 સામે ક્વૉલીફાયર એ 4 (સાઈમંડ્સ સ્ટેડિયમ)

19 ઓક્ટોબર 2020, બાંગ્લાદેશ સામે ક્વૉલીફાયર બી 3 (હોબર્ટ)

20 ઓક્ટોબર 2020, ક્વૉલીફાયર એ 3 સામે ક્વૉલીફાયર એ 4 (સાઈમંડ્સ સ્ટેડિયમ), શ્રીલંકા સામે ક્વાલીફાયર એ 2 (સાઈમંડ્સ સ્ટેડિયમ)

21 ઓક્ટોબર 2020

ક્વૉલીફાયર બી 3 સામે ક્વૉલીફાયર બી 4 (હોબર્ટ), બાંગ્લાદેશ સામે ક્વૉલીફાયર બી 2 (હોબર્ટ)

22 ઓક્ટોબર 2020, ક્વૉલીફાયર એ 2 સામે ક્વૉલીફાયર એ 3 (સાઈમંડ્સ સ્ટેડિયમ), શ્રીલંકા સામે ક્વૉલીફાયર એ 4 (સાઈમંડ્સ સ્ટેડિયમ)

23 ઓક્ટોબર 2020

ક્વૉલીફાયર બી2 સામે ક્વૉલીફાયર બી 3 (હોબર્ટ), બાંગ્લાદેશ સામે ક્વૉલીફાયર બી 4 (હોબર્ટ)

સુપર 12

24 ઓક્ટોબર 2020, ઓસ્ટ્રેલિયા સામે પાકિસ્તાન (સીડની ક્રિકેટ ગ્રાઉન્ડ), ભારત સામે દ. આફ્રીકા (પર્થ સ્ટેડિયમ)

25 ઓક્ટોબર 2020, ન્યૂઝિલેન્ડ સામે વેસ્ટઈંડીઝ (મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ), ક્વૉલીફાયર 1 સામે ક્વૉલીફાયર 2 (બેલેરિવ)

26 ઓક્ટોબર 2020, અફ્ગાનિસ્તાન સામે ક્વૉલીફાયર એ 2 (પર્થ સ્ટેડિયમ), ઈંગ્લેન્ડ સામે ક્વૉલીફાયર બી 1 (પર્થ સ્ટેડિયમ)

27 ઓક્ટોબર 2020, ન્યૂઝિલેન્ડ સામે ક્વૉલીફાયર બી 2 (બેલેરિવ)

28 ઓક્ટોબર 2020, અફ્ગાનિસ્તાન સામે ક્વૉલીફાયર બી 1 (પર્થ સ્ટેડિયમ), ઓસ્ટ્રેલિયા સામે વેસ્ટઈંડીઝ (પર્થ સ્ટેડિયમ)

29 ઓક્ટોબર 2020, ભારત સામે ક્વૉલીફાયર એ 2 (મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ), પાકિસ્તાન સામે ક્વૉલીફાયર એ 1 (સીડની ક્રિકેટ ગ્રાઉન્ડ)

30 ઓક્ટોબર 2020 ઈંગ્લેન્ડ સામે દ. આફ્રીકા (સીડની ક્રિકેટ ગ્રાઉન્ડ), વેસ્ટઈંડીઝ સામે ક્વૉલીફાયર બી 2 (પર્થ સ્ટેડિયમ)

31 ઓક્ટોબર 2020,  પાકિસ્તાન સામે ન્યૂઝિલેન્ડ (ગાબા), ઓસ્ટ્રેલિયા સામે ક્વૉલીફાયર એ 1 (ગાબા)

1 નવેમ્બર 2020, ભારત સામે ઈંગ્લેન્ડ (મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ), દ.આફ્રીકા સામે અફ્ગાનીસ્તાન (એડિલેડ)

2 નવેમ્બર 2020, ક્વૉલીફાયર એ 2 સામે ક્વૉલીફાયર બી 1 (સીડની ક્રિકેટ ગ્રાઉન્ડ), ન્યૂઝિલેન્ડ સામે ક્વૉલીફાયર એ 1 (ગાબા)

3 નવેમ્બર 2020, પાકિસ્તાન સામે વેસ્ટઈન્ડિઝ (એડિલેડ), ઓસ્ટ્રેલિયા સામે ક્વૉલીફાયર બી 2 (એડિલેડ)

4 નવેમ્બર 2020, ઈંગ્લેન્ડ સામે અફ્ગાનિસ્તાન (ગાબા)

5 નવેમ્બર 2020, દ. આફ્રિકા સામે ક્વૉલીફાયર એ 2 (એડિલેડ), ભારત સામે ક્વૉલીફાયર બી 1 (એડિલેડ)

6 નવેમ્બર 2020, પાકિસ્તાન સામે ક્વૉલીફાયર બી 2 (મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ), ઓસ્ટ્રેલિયા સામે ન્યૂઝિલેન્ડ (મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ)

7 નવેમ્બર 2020, વેસ્ટઈંડીઝ સામે ક્વૉલીફાયર એ 1 (મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ)

ઈંગ્લેન્ડ સામે ક્વૉલીફાયર એ 2 (એડિલેડ)

8 નવેમ્બર 2020, દ. આફ્રિકા સામે ક્વૉલીફાયર બી 1 (સીડની ક્રિકેટ ગ્રાઉન્ડ), ભારત સામે અફગાનિસ્તાન (સીડની ક્રિકેટ ગ્રાઉન્ડ)

ટી20 વર્લ્ડ કપ 2020 સેમીફાઈનલ્સ

11 નવેમ્બર 2002- પહેલી સેમીફાઈનલ (સીડની ક્રિકેટ ગ્રાઉન્ડ)

12 નવેમ્બર 2020- પહેલી સેમીફાઈનલ (એડિલેડ)

15 નવેમ્બર 2020- ટી20 વર્લ્ડ કપ 2020 ફાઈનલ (મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ)