મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ભારતની એર સ્ટ્રાઈકના બીજા દિવસે પાકિસ્તાને ભારતીય જવાન અભિનંદનની ધરપકડ કરી હતી જેને પાકિસ્તાને આવતીકાલે છોડી દેવાની જાહેરાત કરી હતી. આજે વાઘા બોર્ડર ખાતે આવશે અને ત્યાંથી ભારતમાં પ્રવેશ કરશે. પાયલટ અભિનંદનનું અહીં સ્વાગત કરવામાં આવશે.

જેને કારણે વાઘા બોર્ડર પર સુરક્ષા વધારી દેવાઈ છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ અભિનંદનના પરિવારનો સંપર્ક કર્યો હતો. એવા સમાચાર છે કે કુરૈશીએ અભિનંદન વર્ધમાનના માતાપિતાનો સંપર્ક કરીને તેમના પુત્રની સલમાતીનો સંદેશ પાઠવ્યો હતો. પાકિસ્તાનની સમા ટીવી સાથે વાતચીત કરતા શાહ મહેમૂદ કુરૈશીએ કહ્યુ કે "મેં વિંગ કમાન્ડર અભિનંદનના પરિવારને સંદેશ મોકલીને કહ્યું છે કે તેમણે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તેમનો પુત્ર સંપૂર્ણ સલામત છે. તેમને તમામ સુવિધા પુરી પાડવામાં આવી રહી છે. અભિનંદન એકદમ સ્વસ્થ છે અને તેની કાળજી રાખવામાં આવી રહી છે."

આ પહેલા પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે ટ્વિટ કરીને કહ્યું હતું કે, તેઓ જો વાઘા બોર્ડર ખાતે વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને વેલકમ કરશે, તો તેમના માટે આ સન્માનની વાત હશે.