મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ બેન્કોના રૂપિયા લઈ તાગડધીન્ના કરતો ભાગેડૂ હીરા વેપારી નીરવ મોદીની આ વખતની જામીન અરજી બ્રિટન કોર્ટ દ્વારા ફરી ફગાવી દેવામાં આવી છે. નીરવે આ દરમિયાન કાયદાની છટકબારીનો તુક્કો અપનાવ્યો છે. તેણે કહ્યું કે, ભારતમાં પ્રત્યાર્પિત કરવામાં આવશે તો તે આત્મહત્યા કરી લેશે. જેલમાં તેને ત્રણ વાર મારવામા ંઆવ્યો હતો. જોકે કોર્ટ પર નીરવના આ મગરના આંસુની અસર થઈ ન હતી અને કોર્ટે જામીન અરજી રદ્દ કરી દીધી છે.

49 વર્ષનો નીરવ મોદી મીન્સ્ટર કોર્ટમાં પોતાના વકીલ હુગો કીથ જ્યુસી સાથે આવ્યો હતો. જામીનની તેની આ પાંચમી અરજી છે. નીરવે પીએનબી (પંજાબ નેશનલ બેન્ક) સાથે કરોડો રૂપિયાના ગોટાળા કેસમાં ભારતને સોંપી દેવાના વિરુદ્ધ કેસ લડ્યો છે.

કીથે કહ્યું કે, કાલે સવારે નવ વાગ્યા પછી તરત જેલમાં બંધ અન્ય બે કેદીએ તેના સેલમાં આવી દરવાજો બંધ કરી દીધો અને તેને મુક્કો મારીને જમીન પર પાડી દીધો અને સુવાડી દઈને લાતોથી માર્યો હતો. સાથે જ તેને લૂંટવાનો પણ પ્રયત્ન કર્યો હતો. નીરવ તે સમયે ફોન પર કોઈ સાથે વાત કરી રહ્યો હતો. હુમલો ખાસ નિરવને નિશાન બનાવીને કરાયો હતો.

કીથનું કહેવું છે કે, જેલ અધિકારી આ હુમલા અંગે કોઈ એક્શન નથી લેતા અને કોઈ સલાહકારને મળવાની નીરવની માગણી પણ ફગાવી દીધી છે. જો પ્રેસમાં નીરવમોદીને કરોડપતિ હીરાનો વેપારી કહેવાતો રહેશે તો આવા હુમલા થતા રહેશે.

નીરવે કોર્ટમાં કહ્યું કે, જો તેને ભારતને સોંપવાનો ચુકાદો અપાશે તો તે પોતાને ખત્મ કર નાખશે. નીરવ 19 માર્ચે પકડાયા પછી દક્ષીણ-પશ્ચિમ લંડનની વેંડસવર્થ જેલમાં છે. ભારતની માગણી પર સ્કોટલેન્ડ યાર્ડ પ્રત્યાર્પણ વોરંટ બનાવીને તેની ધરપકડ કરી હતી.