મેરાન્યૂઝ નેટવર્ક, લંડન: લીકર કિંગ વિજય માલ્યાએ બેંકો પાસેથી લીધેલ લોનના રૂપિયા પાછા આપવાના પ્રસ્તાવને અગુસ્ટા વેસ્ટલેન્ડ મામલે અટકાયતમાં લેવાયેલ મુશ્કેલના પ્રત્યર્પણ સાથે કોઈ સંબંધ નથી. માલ્યાએ કહ્યું કે તે માત્ર એટલુ ઇચ્છે છે કે પૈસા પાછા લઇ લેવામાં આવે અને તેમને રૂપિયા ચોર કહેવામાં ન આવે. અત્રે ઉલ્લેખનીય છે કે બ્રિટની અદાલતમાં માલ્યાના પ્રત્યર્પણ મામલે સુનાવણી ચાલી રહી છે. ભારતનો પ્રયાસ છે કે બેંકોના લગભગ 9 હજાર કરોડ રૂપિયા લઇને ભાગેલા માલ્યાને દેશમાં પરત લાવવામાં આવે.

મંગળવારે અગુષ્ટા વેસ્ટલેન્ડ કરારમાં કથિત વચેટિયા કિશ્ચિયન મિશેલને દુબઇથી ભારત લાવવામાં સફળતા મળી હતી. જ્યાર બાદ બુધવારે માલ્યાએ ટ્વિટ કર્યું હતું કે તે બેંકોના 100 ટકા રૂપિયા (વ્યાજની રકમ સિવાય) ચૂકવવા તૈયાર છે. જ્યાર બાદ માલ્યાના પ્રત્યર્પણ મામલે ચર્ચાઓ શરુ થતા માલ્યાએ ફરી ટ્વિટ કરી આ મામલે પોતાનો પક્ષ સ્પષ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે.

માલ્યાએ નવા એક ટ્વિટમાં કહ્યું છે કે તે સમજી નથી શકતો કે તેમની સેટલમેન્ટની ઑફર અને પ્રત્યર્પિત મિશેલ વિશે શું સંબંધ છે. હું જ્યાં પણ રહુ બસ એટલી અપીલ કરુ છું કે પ્લીઝ પૈસા લઇ લો. હું ઇચ્છુ છું કે એ કિસ્સો સમાપ્ત કરવામાં જેમાં મને રૂપિયા ચોર કરવા કહેવામાં આવે છે.