મેરાન્યૂઝ નેટવર્ક.વડોદરાઃ હાલોલના તાલુકા ભાજપના કારોબારી સભ્ય અને આઈટી સેલના કન્વીનર દશરથ પરમારના પત્રને કારણે ખડભળાટ મચ્યો છે. દશરથે પોતે ૧૮ માર્ચે રૂ.૧૦૦ના સ્ટેપ પર પોતે મહિલાઓને ખરાબ નજરે જોઈ છે અને એક કરતાં વધુ મહિલાઓ સાથે દુષ્કર્મ કર્યું હોવાનું સ્વિકારતો સ્ટેમ્પ સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે. હાલ ભાજપમાં આ પત્રને લઈને ભારે ઉહાપોહ મચ્યો છે.

મળતી માહિતી પ્રમાણે, હાલોલ ભાજપ આઈટીસેલના પૂર્વ કન્વીનર દશરથ પરમારે 100ના સ્ટેમ્પ પેપર પર એક કરતાં વધુ મહિલાઓ સાથે તેણે દુષ્કર્મ આચર્યું હોવાની કબૂલાત કરી છે. તેને લખ્યું છે કે, હું નીચે સહી કરનાર દશરથ સનાભાઈ પરમાર પગળીની મુવાડી કબૂલ કરું છું કે મેં યુવતીઓ સાથે દુષ્કર્મ આચર્યુ છે, આ લખવા પાછળ મને કોઈ દબાણ નથી. હું મારી જાતે હોશમાં સ્વીકારું છું. મેં પોતે સ્ત્રીઓ અને છોકરીઓને ખરાબ નજરથી દેખી તેમની પર દુષ્કર્મ કરેલ છે. હવે આવું કઈ કરું તો તમામ ગામ જે સજા આપે તે મંજૂર છે. આ લખાણ બાદ આપઘાત કરવાનો પ્રયત્ન કરું તો હું પોતે જવાબદાર છું.

મેં પોતે (કાયદાને અનુસરા ગામનું નામ નથી લખાયું) સ્ત્રીઓ છોકરીઓને ખરાબ નજરથી દેખી અને તેમની સાથે દુષ્કર્મ કરેલ છે. તેમજ તેમના વીશે હદ કરતા વધારે અપશબ્દ બોલેલો છું, જે હું સ્વીકાર કરું છું. હવે પછી મારાથી આવી કોઇવાર ભૂલ થાય નહીં અને આ જ પછી આવુ કોઇ(ગામનું નામ)ની સ્ત્રી કે છોકરીઓ વિષે આવુ કઇ દુષ્કર્મ કરીશ, તો ગામના દ્વારા લેવામાં આવતા પગલાં મને માન્ય રહશે અને હું સ્વીકારું છુ. આ લખાણ બાદ તેમજ કોઇ સ્ત્રી સાથે દુષ્કર્મનો ગુન્હો કરું કે કોઈ અપશબ્દ બોલું ત્યાર બાદ હું પોતે દશરથ પરમાર પોતે કોઈ આપઘાત કરવાનો કોઈપણ અન્ય પ્રયત્ન કરીશ તો તેનો જવાબદાર હું પોતે દશરથ પરમાર રહીશ.

એફિડેવિટમાં 5 સાક્ષીઓની સહી સાથેનું 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર કરેલું એફિડેવિટ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહી છે.