મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: ગુજરાત કોંગ્રેસની કાર્યપદ્ધતિથી નારાજ ચાલી રહેલા કોંગ્રેસના ધારાસભ્ય અને ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે આજે ગુરુવારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી પોતાની વાત રજૂ કરી હતી. જ્યાર અલ્પેશે ઠાકોરે મીડિયા સાથેની વાતમાં કહ્યું કે રાહુલ ગાંધીએ કહ્યું છે કે તમે જે માગો તો પદ પર કામગીરી આપીશ.

અલ્પેશ ઠાકોરે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે, મેં આજે મારી વાત કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સમક્ષ રજૂ કરી છે. રાહુલ ગાંધીએ મારી વાત સાંભળ્યા બાદ આશ્વાસન આપ્યું છે કે હાલ તમે બિહારની કામગીરી સંભાળો બાદમાં હું તમને તમે કહેશો તે પદ પર કામગીરીનો મોકો આપીશ. રાહુલ ગાંધી સાથે આ મુદ્દે ફરીવાર હું મુલાકાત કરીશ. મારી નારાજગી કોંગ્રેસથી નહીં પણ કોંગ્રેસની કાર્યપધ્ધતિ સામે છે.

રામ મંદિર મુદ્દે અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે રામ અમારા પણ ઇષ્ટ દેવ છે. હું પણ ઇચ્છુ છું કે રામ મંદિર બને પરંતુ સુપ્રિમ કોર્ટના નિર્ણયથી બને. બંને પક્ષને સાથે રાખીને રામ મંદિર બનાવવું જોઈએ.