મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ માંડલ ખાતેના વરમોરમાં દલિત યુવકની પોલીસની સામે જ હત્યા કરવાના બનાવમાં જોરદાર વળાંક આવ્યો છે. જ્યારથી હત્યા થઈ ત્યારથી આ યુવકની પત્ની ઉર્મીલા ગાયબ થઈ ગઈ હતી. તેણીને શોધવા માટે જ પોલીસે 4 ટીમ બનાવી હતી. જ્યારે તે મળી આવી ત્યારે તેણીએ પોલીસને કહ્યું કે તે ગર્ભવતી નથી જેના કારણે આ ઘટનામાં એક વધુ મોટો વળાંક આવ્યો છે.

દલિત યુવક પોતાની પત્નીને લેવા માટે અભયમની મદદથી પોલીસને લઈ તેણીના ઘરે પહોંચ્યો હતો. ઉર્મીલાના પિતા દશરથસિંહ ઝાલા સહિત તેના ભાઈઓ ત્યાં હાજર હતા. તેમણે પોલીસની હાજરીમાં જ તેની હત્યા કરી દીધી હતી. પોલીસે આ ઘટનામાં 8 આરોપીઓ પૈકી 7ની ધરપકડ થઈ ગઈ છે.

પોલીસે આ ઘટનામાં તેની પત્નીની શોધખોળ કરી હતી તેણી બે માસનો ગર્ભ ધરાતી હોવાની હકીકતો પહેલા સામે આવી હતી. જોકે તેણે પોલીસ સમક્ષ એવી વાત કરી કે તે ગર્ભવતી નથી હવે યુવકની ત્યામાં કોણ મુખ્ય કારણ છે તે જાણવા પોલીસ તેની પુછપરછ કરશે. આ ઘટનામાં પોલીસ કર્મીઓ પણ સપ્પેન્ડ થયા હતા.