મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર: ગુજરાતમાં નકલી પોલીસ,નકલી અધિકારીઓ બની લોકોને ખંખેરતા હોવાની અનેક ઘટનાઓ સતત બની રહી છે ત્યારે હવે નકલી એસીબી કર્મચારી બની સરકારી અધિકારીઓ અને કર્મચારીનો ખંખરતા એક શખ્શના કાળા કરતૂતનો પર્દાફાશ થતા ચકચાર મચી છે અરવલ્લીના શામળાજી નજીક રતનપુર ચેકપોસ્ટ નજીક ફરજ બજાવતા એસજીએસટીના વેરાઅધિકારીને એક સ્થાનિક શખ્શે વર્ના કારમાં પહોંચી એસીબી કર્મચારી તરીકે ઓળખ આપી તમે કરોડો રૂપિયાનો તોડ કરો છો કહી બિભસ્ત વર્તન કરી એસીબીમાં ફીટ કરી દેવાની ધમકી આપી માસીક હપ્તો બાંધી આપવાની માંગ કરતાં વેરા અધિકારી સમસમી ઉઠ્યા હતા અને હપ્તાખોર કથીત પત્રકારને પાઠ ભણાવવા શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

શામળાજી એસજીએસટી સ્ક્વોડમાં વેરા અધિકારી તરીકે  ફરજ બજાવતા ભાવિનભાઈ અક્ષયભાઈ ભટ્ટ (રહે,શાહીબાગ અમદાવાદ) તેમની ટીમ સાથે રતનપુર ચેકપોસ્ટ નજીક ઉભા રહી વાહનોમાં ભરેલ માલ-સામાનનો જીએસટી બિલનું ચેકીંગ કરી રહ્યા હતા ત્યારે વર્ના કારમાં ભિલોડા તાલુકાના નવાગામનો અલ્પેશભાઈ શીવાભાઈ પટેલ નામનો  શખ્શે પહોંચી એસીબી કર્મચારી તરીકે ઓળખ આપી વેરા અધિકારી ભાવિન ભટ્ટ અને તેમની સાથે રહેલા કર્મચારીઓને કોને પૂછી ને વાહનો ચેકીંગ કરો છો હું અહીંનો સ્થાનિક છું અને વાહનચાલકો પાસેથી ચેકિંગના બહાના હેઠળ રૂપિયા ઉઘરવો છો કરોડો રૂપિયાનો તોડ કરો છો ની બુમો પાડી ગાળાગાળી કરી અને ફોટા પાડી રોફ જમાવી પોતે એસીબીમાં ફરજ બજાવતો હોવાનું જણાવી એસીબીમાં ફિટ કરી દેવાની ધમકી આપી માસિક હપ્તા પેટે રૂપિયા આપવા પડશે ખોટા કેસમાં ભેળવી દેવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપતા વેરા અધિકારી અને સાથે રહેલા કર્મચારીઓ ચોકી ઉઠ્યા હતા સ્થાનિક શખ્શની દાદાગીરી અને સરકારી ફરજમાં રુકાવટ કરતા શામળાજી પોલીસને જાણ કરતા એસીબી કર્મચારી તરીકેની રૂઆબ છાંટતો અલ્પેશ પટેલ રફુચક્કર થઈ ગયો હતો.

શામળાજી પોલીસે ભાવિનભાઈ અક્ષયભાઈ ભટ્ટ (વેરા અધિકારી શામળાજી એસજીએસટી સ્કોડ) ની ફરિયાદના આધારે અલ્પેશ શીવાભાઈ મોઢ પટેલ (રહે,નવાગામ-ભિલોડા) વિરુદ્ધ ઇપીકો કલમ-૧૮૬,૧૭૦,૩૮૪ , ૫૦૪,૫૦૬ (૨) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.