મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર એક સાપનો વીડિયો ઝડપથી વાયરલ થવા લાગ્યો છે. સાપને ટોયલેટમાંથી બહાર આવતો આ વીડિયોમાં જોઈ શકાય છે, જેને જોઈને લોકો ડરી ગયા છે. આ વીડિયો ટ્વીટર પર અમેરિકાના હવામાન વૈજ્ઞાનીક પાયટન માલોન (Payton Malone) દ્વારા શેર કરવામાં આવ્યો હતો, જેમણે કહ્યું કે દોસ્ત વેસ્ટ ટેક્સાસમાં પોતાના શૌચાલયમાંથી બહાર આવ્યો હતો સાપ.

ચોંકાવનારા વીડિયોમાં જોઈ શકાય છે કે ટોયલેટ બાઉલના અંદરથી સાપ બહાર નીકળેલો છે. તે વખતે સાપ જીભ ફફડાવી રહ્યો હતો. વીડિયોમાં એક વ્યક્તિ ગોલ્ફ ક્લબની સ્ટીક સાથે સાપને હલાવે છે.

મોલોનએ ટ્વીટરમાં 29 સેકન્ડની ક્લીપ શેર કરી છે જેમાં લખ્યું છે કે, હું હંમેશા વિચારતો હતો કે આ મારો અંદરનો જ ભય છે... પણ એવું નથી, પશ્ચિમ ટેક્સાસમાં દોસ્ત અહીં મળ્યો છે. તેણે આ વીડિયો 17 ઓગસ્ટે શેર કર્યો હતો, જેને (આ લખાય છે ત્યાં સુધી) 2.3 મિલિયન વ્યૂઝ મળી ચુક્યા છે, સાથે જ 16 હજારથી વધુ લાઈક્સ અને 10 હજારથી વધુ કમેન્ટ્સ પણ આવી ચુકી છે.

એક વ્યક્તિએ લખ્યું છે કે હ્યુસ્ટનમાં રહું છું અને દરેક હંમેશા ધ્યાન રાખે કે ટોયલેટનું ઢાંકણું હંમેશા નીચે હોય, જો આપના સીવરમાં કોઈ પરેશાની છે કે તે તૂટી જાય તો સાપ ઉપરની તરફ આવી જાય છે. લોકો વિચારે છે કે સાપ ટોયલેટમાં કેવી રીતે આવી શકે છે. જેનો જવાબ આ વીડિયોમાં છે. જોકે આ સદંર્ભે પાયટને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, સાપની ઓળખ બિન ઝેરી સાપ તરીકે થઈ હતી અને બાદમાં તેને પકડીને સુરક્ષિત સ્થાને છોડી દેવાયો હતો.