મેરાન્યૂઝ નેટવર્ક.તેલંગાણાંઃ તેલંગાણાંના રંગા રેડ્ડી જિલ્લાની આ ઘટના છે. અહીં એક ગામની ડોક્ટર દીકરી માટે 28 નવેમ્બર અત્યંત પીડાદાયી સાબીત થઈ હતી. દીકરીની સળગેલી હાલતમાં અને સામુહીક દુષ્કર્મ કરેલી હાલતમાં લાશ મળી આવતા ચકરચાર મચી ગઈ છે. તેની લાશ નેશનલ હાઈવે નં 44ના એક બ્રીજ નીચેથી મળી છે. આ ઘટના બાદ ગામ હીબકે ચઢ્યું છે.

સ્વાતી (નામ બદલ્યું છે) વેટનરી ડોક્ટર હતી. તે 26 વર્ષની હતી. કોલ્લરુ ગામમાં તે નોકરી હતી હતી. 27 નવેમ્બરની બપોરે તે ઘરેથી પાછી આવી રહી હતી. પરંતુ સ્કિનના ડોક્ટર પાસે ચેકઅપ માટે જવાનું હતું. રંગા રેડ્ડી જિલ્લાના જ એક ટાઉન ગચિબોવ્લીમાં તે પોતાની સ્કૂટીથી ત્યાં જવા માટે નીકળી ગઈ હતી.

27 નવેમ્બરે રાત્રે અંદાજીત 9 કલાકે 22 મિનિટ પર સ્વાતીએ પોતાની નાની બહેનને ફોન કર્યો અને તેને કહ્યું કે તેની સ્કૂટીનું ટાયર પંચર થઈ ગયું છે. તેણે એવું પણ કહ્યું કે બે અજાણ્યા શખ્સોએ તેને મદદની ઓફર કરી હતી પરંતુ ટાયર રિપેર થઈ શક્યું ન હતું. એવું પણ કહ્યું કે તે એવી જગ્યા પર છે જ્યાં ઘણા બધા ટ્રક ડ્રાઈવર્સ છે અને તે ડરેલી છે. તેની બહેનએ તેને કહ્યું કે તે તુરંત નજીકના ટોલ પ્લાજા પર પહોંચી જાય અને તે ત્યાં સુરક્ષિત રહેશે.

સ્વાતીની બહેન 9.45 કલાકે ફરીથી તેને કોલ કરે છે પરંતુ તેનો ફોન બંધ આવે છે. તે પછી તે ઘણી વાર કોલ કરે છે પરંતુ તેનો ફોન સ્વિચ ઓફ જ આવતો હતો. જે પછી તેણે સ્વાતીના પરિવારજનોની સાથે મળી શમશાબાદ પોલીસ મથકે ફરિયાદ કરી હતી.

28મીએ સવારે રંગા રેડ્ડી જિલ્લામાં જ એક શાદનગર ખાતે ચટનપલ્લી ગામ પાસેથી જતાં નેશનલ હાઈવે 44 (હૈદરાબાદ-બેંગાલુરુ હાઈવે)ના બ્રીજ નીચે એક યુવતીની લાશ મળી જે સાવ સળગેલી હાલતમાં હતિ. પોલીસે સ્વાતીના પરિવારજનોને બોલાવી લાશના ગળામાં ગણપતિનું લોકેટ હતું તે બતાવ્યું તો તેની મદદથી તેની લાશ ઓળખાઈ બાકી લાશ આમ જોએ સાવ વિકૃત હાલતમાં હતી.

સ્વાતીની બહેનના નિવેદન પર પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસવાના શરૂ કર્યા હતા. TOIની રિપોર્ટ અનુસાર, સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે 27 નવેમ્બરની સાંજે તોંદુપલ્લી ટોલ પ્લાઝાની પાસે જઈને તે રોકાય છે. પોતાની સ્કૂટી ત્યાં જ પાર્ક કરીને તેણે ગચિબવલી માટે શેયર્ડ કૈબ લીધી. થોડા કલાકો પછી કેબ ટોલ પ્લાઝા પર આવી. પોતાની સ્કૂટી લેવા તે પાછી આવી. પરંતુ તેની ગાડીનું ટાયર પંચર હતું. ફૂટેજમાં દેખાયું કે બે લોકો સ્વાતીની પાસે આવ્યા અને તેમણે પંચર બનાવવાની દુકાન જવા માટે તેને આગળ લઈ ગયા. આટલું સીસીટીવીમાં દેખાયું.

સ્વાતીની સ્કૂટી પણ ઘટના સ્થળથી 10 કિલોમીટર દુરથી મળી હતી. સ્કૂટીની નંબર પ્લેટ ગાયબ હતી. સાથે જ સ્વાતીનો ફોન અને પર્સ પણ મિસિંગ છે. પોલીસ હજુ કેસની તપાસ કરી રહી છે. આ તમામ બુધવારના 9.30 વાગ્યાથી ગુરુવારના સવારના 4 વાગ્યા સુધી ડોક્ટર સાથે દુષ્કર્મ કરતા રહ્યાં. બાદમાં ડોક્ટરની હત્યા કરી દીધી. લાશને લગભગ 30 કિમી એક પુલની લીચે લઈ ગયા. પછીથી શબને ચાદરમાં લપેટ્યું અને કેરોસીન છાંટીને આગ લગાવી દીધી. બાદમાં બે આરોપી બાઈક પર અને બાકીના લારીમાં પરત ફર્યા. આ સમગ્ર મામલામાં નારાયણપેટનો રહેનાર અહમદ પાશા મુખ્ય આરોપી છે. તપાસ બાદ પોલીસે અહમદ પાશા, ચેન્ના કેશવ લૂ, શિવા જોલ્લૂ અને નવીન કુમારની ધરપકડ કરી છે.