મેરાન્યૂઝ નેટવર્ક.હૈદરાબાદઃ તેલંગાણાના હૈદરાબાદમાં એક ટ્રાફિક કોન્સ્ટેબલનો એમ્બ્યૂલન્સ આગળ દોડતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેણે પણ આ વીડિયો જોયો તે તેમણે મનોમન ટ્રાફિક જવાનને અસલી હીરો ગણાવ્યો છે. કહેવાઈ રહ્યું છે કે એક એમ્બ્યૂલન્સ વાન ટ્રાફિક જામમાં ફસાઈ હતી. દર્દીનો જીવ બચાવવા માટે એમ્બ્યૂલન્સનું સમય પર પહોંચવું જરૂરી હતું. ટ્રાફિક કોન્સ્ટેબલ ટ્રાફિકનો રસ્તો સાફ કરાવવા માટે લગભગ બે કિલોમીટર સુધી દોડ્યો હતો.

આ ઘટના સાંજના છથી સાત વાગ્યાના અરસાની હોવાનું કહેવાય છે. જ્યારે ટ્રાફીક ચરમસીમા પર હતો, કોન્સ્ટેબલ જી બાબજીએ જોયું કે એમ્બ્યૂલન્સમાં દર્દી છે અને તે જામમાં ફસાઈ ગયા છે. એમ્બ્યૂલન્સના ચાલક દ્વારા નીકળવાના પ્રયાસ કરાઈ રહ્યા છે પરંતુ ચારે તરફ ટ્રાફિકમાં તેને રસ્તો મળી રહ્યો નથી.

લોકોને આમ હટાવ્યા

જી બાબજી તુરંત એક્શનમાં આવી ગયા અને તેમણે તુરંત એમ્બ્યૂલન્સની સામે આવીને રસ્તો કરવાનું શરૂ કર્યું. તે ફટાફટ લોકોને એક તરફ કરીને એમ્બ્યૂલન્સ માટે રસ્તો ક્લીયર કરવા લાગ્યા. બાબજીએ કહ્યું કે તેમણે એમ્બ્યૂલન્સનો રસ્તો સાફ કરવા માટે દરેક પ્રયાસ કર્યા. જીપીઓ જંકશન, અબ્દિસ અને આંધ્ર બેન્ક, કોટિ વચ્ચે લોકોને પ્રેમથી, ખખડાવીને અને ફટકાર લગાવીને રસ્તો બનાવવો પડ્યો.

બાબજીનું કહેવું છે કે, લગભગ 7 વાગ્યાનો સમય હતો, એમ્બ્યૂલન્સ જીપીઓ જંક્શન પહોંચી. મારી નજર એમ્બ્યૂલન્સ પર પડી જે જામમાં ફસાયેલી હતી. મને લાગ્યું કે કાંઈક કરવું પડશે. કેમ કે સમય કિમતી હતો. હું આંધ્ર બેન્ક તરફ ભાગ્યો અને એમ્બ્યૂલન્સ માટે થોડી જગ્યા બનાવવા માટે મોટર ચાલકોને નિવેદન કર્યું.

કોન્સ્ટેબલની ઈમાનદારી જોઈને મોટર ચાલકોએ પ્રશંસામાં તાળીઓ વગાડવાની શરૂ કરી દીધી. તેમણે કહ્યું કે મોટર ચાલકોએ મારી પીઠ થબડાવી અને કહ્યું કે હું ખુબ સારું કામ કરી રહ્યો છું. મને ખુબ ખુશી થઈ અને સંતોષ મળ્યો.

એમ્બ્યૂલન્સની અંદર બેસેલા વ્યક્તિએ કોન્સ્ટેબલનો વીડિયો શૂટ કર્યો અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો. જોત જોતામાં વીડિયો વાયરલ થઈ ગયો. લોકોએ ટ્રાફીક કોન્સટેબલની જોરદાર પ્રશંસાઓ કરી. આ પોસ્ટને ઘણા લાઈક્સ અને શેર મળ્યા છે.