મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: રાજકોટના ધોરાજીમાં આવેલ ચિશ્તિયા કોલોનીમાં રહેતા પતિએ તેની પત્નીને અગાસી પરથી ધક્કો મારી નીચે ફેંકી દઈ હત્યા કરી નાખ્યાની ઘટના બની છે. હત્યા બાદ આરોપી પતિ સામેથી હાજર થઈ જતાં પોલીસે ધરપકડ કરી હતી.

આ ઘટના અંગે ધોરાજીના પોલીસ ઈન્સ્પેક્ટર હકુમતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ચિશ્તિયા કોલોનીમાં રહેતા જીન્નતબેન દલાલ તેના ઘરની અગાસીની પાળી પર હેન્ડઝ ફ્રી ભરાવીને રિયાઝ સાંભળી રહ્યા હતા ત્યારે તેના પતિ ઈમ્તિયાઝ ઉર્ફે શબ્બીર આદમે જીન્નતબેનને ધક્કો મારી ત્રીજામાળેથી નીચે ફેંકી દેતા તેઓનું ગંભીર ઈજા થવાના કારણે મૃત્યુ નિપજયું હતું.

Advertisement


 

 

 

 

 

હત્યાની આ ઘટના અંગે પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, જીન્નતબેનના પુત્રની 29 જુલાઈના રોજ સગાઈ હતી. બહાર જવાનું હોવાથી જીન્નતબેનના ભાઈ જાકીર સીદ્દીકીએ બસ ભાડે કરી આપી હતી. આ વાતથી ઈમ્તિયાઝ રોષે ભરાયો હતો અને પોતે બસની વ્યવસ્થા કરી શકવા સક્ષમ હોવાનું જણાવી પત્ની સાથે ઝઘડો કર્યો હતો. દરમિયાન જીન્નતબેન અગાસીની પાળી પર બેઠા હોય જૂની વાતથી ગુસ્સામાં રહેલી ઈમ્તિયાઝે તેઓને ધક્કો મારી નીચે પછાડી દઈ હત્યા કરી નાખી હતી.