મેરાન્યૂઝ નેટવર્ક, વડોદરા: વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોનાગ્રસ્ત યુવાનના દર્દીના સ્પર્મ લીધાના કલાકોમાં જ મોત થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા પત્નીએ હાઇકોર્ટમાંથી આદેશ મેળવ્યા બાદ સ્ટર્લિંગ હોસ્પિટલમાં અંતિમ ઘડીઓ ગણી રહેલા પતિના સ્પર્મ લેવાયા હતા. કોર્ટના આદેશ બાદ IVFની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને IVFની પ્રક્રિયા બાદ પત્ની માતા બની શકશે.

20 જુલાઇએ ગુજરાત હાઈકોર્ટે કોરોનાગ્રસ્ત પતિના સ્પર્મની માગણી કરનાર પત્નીની તરફેણમાં આદેશ આપ્યો હતો. હાઈકોર્ટના આદેશ મુજબ વડોદરાના રેસકોર્સ સ્થિત સ્ટર્લીંગ હોસ્પિટલે ટેસા પ્રોસિઝરથી કોરોનાગ્રસ્ત પતિના સ્પર્ધા નમૂના ટીશ્યુ સાથે લીધા હતા. આ માટે હોસ્પિટલમાં IVF સ્પેશિયાલિસ્ટ અને યુરોલોજિસ્ટની હાજરીમાં પ્રોસિઝર હાથ ધરાઇ હતી. માત્ર 15 મિનિટમાં જ આ સર્જરી પૂરી થઈ ગઈ હતી જ્યારે સમગ્ર પ્રોસિઝરને 30 મિનિટ જેટલો સમય લાગ્યો હતો.

Advertisement


 

 

 

 

 

નોંધનીય છે કે અમદાવાદમાં રહેતી યુવતી કેનેડા ગઈ હતી. ત્યાં તેને કેનેડાનો પીઆર(પર્મનન્ટ રેસિડન્સી) મળ્યો. મૂળ ભરૂચના યુવાન સાથે પ્રેમમાં પડી. એ યુવાન પણ જૂન 2018થી કેનેડાનો પીઆર ધરાવતો હતો. બન્ને એકબીજાને બેહદ પ્રેમ કરતાં હતાં. અંતે તેમણે લગ્ન કરવાનો નિર્ણય કર્યો. ગત ઓક્ટોબર 2020માં કોવિડનાં નિયંત્રણો હોવા છતાં કેનેડામાં બન્નેએ લગ્ન કર્યાં અને પતિ-પત્ની એકબીજાની સાથે રહેતાં. ફેબ્રુઆરી 2021માં તે યુવાનના પિતાને હૃદયની ગંભીર બીમારી થઈ અને ડૉક્ટરે તેમને ઓપરેશન કરાવવાની સલાહ આપી, આથી તે યુવતી પતિ સાથે માર્ચ 2021માં ભારત પાછી આવી ગઈ અને પતિના પિતા અને માતાની સંભાળ લેવાનું શરૂ કર્યું.

પતિ રોજ હૉસ્પિટલ જતો અને પિતાની સેવા કરતો. તેમનું હૃદયનું ઓપરેશન સફળ થયું અને તેઓ ઝડપથી સાજા થવા માંડ્યા, પરંતુ પિતા સાથે સતત હૉસ્પિટલમાં સમય વિતાવનાર પુત્રને કોરોનાનો ચેપ લાગ્યો અને તેની સ્થિતિ ન સુધરતાં ગત 10 મેના રોજ તેને હૉસ્પિટલમાં એડમિટ કરવા પડ્યો. ત્યારથી એ યુવતી પતિ સાજો થાય એ માટે સતત ઈશ્વરને પ્રાર્થના કરતી હતી, પરંતુ ડૉક્ટરોના ભારે પ્રયાસો છતાં યુવકની સ્થિતિ કથળતી જતી હતી. એનાં બન્ને ફેફસાંમાં કોરોના પ્રસરી ચૂક્યો હતો. આખરે તેને ઍક્મો (ecmo) સપોર્ટ પર મૂકવો પડ્યો અને મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરની સ્થિતિ આવી. પોતાના પતિને બેહદ પ્રેમ કરતી એ યુવતીને તેના જ સંતાનની માતા બનવું હતું, આથી તેણે આઇવીએફ પ્રોસિઝર અપનાવવાનો નિર્ણય કર્યો હતો.

Advertisement