મેરાન્યૂઝ નેટવર્ક.ભાવનગર : કોરોના મહામારીની બીજી લહેરમાં જ્યાં ઓક્સિજન અને દવાઓની અછતથી દર્દીઓ પરેશાન છે ત્યારે ભાવનગરમાં રવિવારે કરૂણ ઘટના બની હતી. જેમાં સવારે પત્નીનું અવસાન થયા બાદ બપોર પતિનું પણ નિધન થતાં પરિવાર અને સંબંધીઓમાં શોકની લાગણી વ્યાપી ગઇ હતી. 

ભાનગર શહેરના નાનનભા વાડી, વાસુપૂજ્ય ફ્લેટમાં રહેતા અને ભક્તિબાગ ઉપાશ્રયના ટ્રસ્ટી તથા એલાઈટ કેમિકલવાળા જયભાઇ ડેલીવાળા અને તેમના પત્ની નીતાબહેન છેલ્લા કેટલાક દિવસથી કોરોનાની લપેટમાં આવી ગયા હતા. સારવાર દરમિયાન પતિ-પત્નીની સ્થિતિ ગંભીર હતી. દરમિયાન રવિવાર સવારે  સવારે નીતાબહેનનું દુખદ અવસાન થયુ હતુ. બાદમાં તેના પતિ જયભાઇનું પણ બપોરે જ નિધન થતા પતિ અને પત્નિના એક જ દિવસ મૃત્યું થયા હતાં. જાણે બંનેએ જન્મોજન્મનો સાથ નિભાવવાનો સંગધ નિભાવ્યા હોય તેમ બંનેના કોરોનાને કારણે પ્રાણ પંખેરૂ ઉડી જતાં પરિવાર અને ભાવનગરમાં દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન સમાજમાં ઘેરા શોકની લાગણી છવાઇ ગઇ છે. 


 

 

 

 

 

 

ભાવનગર શહેરમાં રવિવારે કોરોનાના 436 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં 262 પુરૂષ અને 174 મહિલાનો સમાવેશ થાય છે. જ્યારે 180 દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા જેમાં 112 પુરૂષ અને 68 મહિલા દર્દીનો સમાવેશ થાય છે. તેમજ ભાવનગર શહેરમાં 5 અને ગ્રામ્ય કક્ષાએ 6 મળીને કોરોનાથી કુલ 11 મોત સરકારી ચોપડે નોંધાયા હતા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.