કોરોનાની બીજી લહેરમાં સરકાર ભલે સબસલામતના દાવા કરી રહી હોય. પરંતુ એક અનેક પતિ-પત્ની છે જેમના કોરોનામાં મોત થયા છે. આવી જ ઘટના સેલવાસમાં બને છે. જ્યાં ભાજપના કાર્યકાર પતિ અને તેમની પત્નીનું પણ કોરોનાની મહામારીમાં મોત થયું છે. 10 વર્ષથી ભાજપના કાર્યકર એવા મૃતક બાબુભાઈને પરિવારમાં બે દીકરી અને એક દિકરો છે. બાબુભાઇની દિકરીના વિવાહ થઇ ગયા છે. જ્યારે પુત્ર હજી કુંવારો છે. પતિ-પત્નીના નિધનથી તેમના પરિવાર અને ગામમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર સેલવાસના બળદેવી નવાળા ફળિયામાં રહેતા વર્ષો જૂના ભાજપના કાર્યકર બાબુભાઇ ઉર્ફ ઈશ્વરભાઈ સંજયભાઈ પટેલની 25 એપ્રિલે તબિયત બગડતા વાપી બાદ સેલવાસની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. દરમિયાન ઓક્સિજન લેવલ ઘટી જતાં થતા બાબુભાઇ પટેલને સેલવાસ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.

બાબુભાઈને કોરોનાને કારણે ફેફ્સાંમાં ભારે ઇન્ફેક્શન થતાં તેમનું ગત શનિવારે બપોરે બે વાગ્યે નિધન થયું હતું. એ દરમ્યાન એમની પત્નીને પણ  કોરોનાનો ચેપ લાગતા સેલવાસ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તેમને પણ કોરોના સંક્રમણને કારણે ફેફ્સામાં ઇન્ફેક્શન હતું. પતિનું શનિવારે બપોરે નિધન થતાં પત્ની પણ જાણે જનમો જનમનો સાથ નિભાવવા માગતા હતાં અને તેમણે પણ શનિવાર રાત્રે 11 વાગ્યે નશ્વર દેહ ત્યાગી દીધો હતો.