જયેશ શાહ (મેરાન્યૂઝ.કચ્છ)/નવી દિલ્હીઃ દિલ્હી પોલીસે 11 કલાકના સત્યાગ્રહ કર્યાના બીજા દિવસે આજે દિલ્હીમાં વકીલોએ ન્યાયની માગણી કરી છે. દિલ્હીની પાંચ જિલ્લાની અદાલતોમાં વકિલોએ કામકાજ ઠપ્પ કરી દીધું છે. ગેટ બંધ છે, તેવામાં સામાન્ય લોકોને ઘણી પરેશાની થઈ રહી છે. માહિતી મળી રહી છે કે વકીલ કોઈને પણ કોર્ટ પરિસરમાં જવા દેતા નથી. રોહિણી કોર્ટમાં એક વકીલએ બિલ્ડીંગની છત પર ચઢીને આત્મહત્યા કરવાના પ્રયત્નો કર્યા છે. હાલ પટિયાલા હાઉસ કોર્ટ, સાકેત કોર્ટ, રોહિણી કોર્ટ, કડકડડૂમા કોર્ટ અને તીસ હજારી કોર્ટમાં વકીલોના પ્રદર્શન ચાલી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત પોલીસના કેટલાક કર્મચારીઓ અને અધિકારીઓએ દિલ્હી પોલીસના સમર્થનમાં પોતાના સોશ્યલ મીડિયાના સ્ટેટસમાં ટેકો જાહેર કર્યો છે.

સોસીયલ મીડિયા ઉપર પોલીસ કર્મચારીઓ તથા અધિકારી દ્વારા આ અંગે મેસેજ તેમજ વોટ્સએપ સ્ટેટસ થકી દિલ્હી પોલીસનું સમર્થન કરવાનું શરૂ થઈ ગયું છે.

દિલ્હીમાં કોર્ટમાં પોલીસ તથા વકીલો વચ્ચે થયેલી ઘર્ષણની ઘટના બાદ આજે મંગળવારે સાંજથી દિલ્હી પોલીસના મુખ્ય મથક ખાતે નિવૃત્ત પોલીસ કર્મચારીઓની સાથે સાથે પોલીસ પરિવારનાં સભ્યો દ્વારા પ્રદર્શન કરવામાં આવતા કેન્દ્ર સરકારનાં હસ્તક આવતા આ પોલીસ બેડાની હરકતથી કેન્દ્રીય ગૃહ મંત્રાલયમાં હડકંપ મચી ગયો હતો. એક તરફ જયાં કેન્દ્રના ગૃહ સચિવ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને મળવા દોડી ગયા હતા ત્યાં અમિત શાહનાં હોમ સ્ટેટ ગુજરાતમાં પણ પોલિસ કર્મચારીઓ દિલ્હી પોલીસનાં સમર્થનમાં ઉતરી આવતા ભાજપની નેતાગીરી પણ સ્તબ્ધ થયી ગયી હતી. પોલીસ કર્મચારીઓ સહિત અધિકારી સતત દબાણમાં કામ કરી રહયા હોવાનાં વિવિધ સ્તરેથી અહેવાલ મળી રહ્યા છે તેવામાં દિલ્હીની ઘટના તેમજ ત્યાર પછીની ઘટનાક્રમથી શિસ્તને વરેલા આ બેડાના લોકો દ્વારા કરવામાં આવી રહેલી રજુઆત તથા દેખાવો ખૂબ જ ગંભીર હોવાનું પોલીસ અધિકારીઓ માની રહ્યાં છે.

થોડા સમય અગાઉ જયારે મીડિયા સાથેની એક ઘટનામાં ગુજરાતમાં પોલીસ અધિકારી સહિત કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ત્યારે પણ આ પ્રકારનો રોષ ગુજરાતના પોલીસ બેડામાં જોવા મળ્યો હતો. જેમાં પોલીસ કર્મચારીઓ તથા અધિકારીઓએ વોટ્સએપ ગ્રૂપમાંથી લેફ્ટ થયીને પોતાનો રોષ ઠાલવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ભારતની આઝાદીનાં સાત દાયકાથી વધુનાં સમયગાળા દરમિયાન શિસ્તને વરેલા પોલીસ બેડાને આમ જાહેરમાં પોતાની વેદના રાજુ કરવા માટે એકઠા થવું પડ્યું હોય તેવી કદાચ આ પ્રથમ ઘટના હશે.

પ્રદર્શનકારી પોલીસ કર્મીઓને મનાવવા માટે મંગળવારે પોલીસ કમિશનરની અપીલ કામે આવી ન હતી. આજે પ્રદર્શન કરી રહેલા વકીલોને કામ પર પાછા આવવાની અપીલ પણ બાર કાઉન્સીલે કરી જેની પણ કોઈ અસર થઈ નથી. એવી માહિતી મળી ચે કે પેશી માટે પહોંચેલા લોકોને પણ પરેશાની અને ચાલુ વિરોધને લઈને જજ પણ પોતાના સ્તર પર વકીલોના પ્રતિનિધિઓ સાથે વાત કીરને મામલો શાંત કવરાના પ્રયત્નો કરી રહ્યા છે.

પોલીસના ગુસ્સે થવાના પાછળ ઘણા કારણો છૂપાયેલા છે. તેમાં વીકીલો દ્વારા પોલીસ પર કરાયેલા હુમલા સાથે સાથે લીડરશિપથી ભરોશો ઉઠાવવાનો પણ શામેલ છે. પોલીસવાળા લાંબા સમયથી તેવી લાગણી અનુભવી રહ્યા છે કે ઘણા મામલાઓમાં તેમના સિનિયર્સનો સાથ તેમને મળતો નથી. પોલીસનો ગુસ્સો ફક્ત તિસ હજારી કોર્ટની ઘટનાને કારણે જ ન હતો. પણ અગાઉ બે વર્ષોથી થયેલા બદલાવોના સામે પણ હતો. નિચલી રેંકના પોલીસ કર્મીઓને લાગે છે કે જે મામલાઓમાં પોલીસને કડક અથવા એક્તા દર્શાવવાની હતી તેમાં પ્રેશરમાં આવીને નિર્ણયો લેવાયા છે.

ગત વર્ષે ઓક્ટોબરમાં તીસ હજારી કોર્ટ જેવી ઘટના શાહદરા કોર્ટમાં થઈ હતી. ત્યાં વકીલે યુવા પોલીસ કર્મચારી સાથે ઝઘડો કર્યો અને તેના મોંઢા પર ગ્લાસથી ભરેલું પાણી નાંખ્યું હતું. તે ઘટનાને યાદ કરતાં એક પોલીસ કર્મીનું કહેવું છે કે, એક્શન તો છોડો, ઉલ્ટું અમને નિર્દેશ અપાયા કે વકીલ સામે કોઈ કેસ ફાઈલ ન કરવો. તીસ હજારી વાળા કેસમાં પણ એક મહિલા ડીસીપી બદસલૂકીના છતાં કેસ ન કરી શકી હતી. તે વખતે સાથીઓએ તેમની આંખોમાં લાચારીના આંસુ જોવા મળ્યા હતા.

એક પૂર્વ કમિશનરે નામ ન જાહેર કરીને ઈચ્છા પર કહ્યું કે આ ગુસ્સો ટોપ લીડરશિપ સામે હતો. તીસ હજારી વાળા મામલામાં બે પોલીસ ઓફીસર્સની ટ્રાન્સફર થઈ, પરંતુ સિનિયર્સએ તેનો વિરોધ પણ કર્યો નહીં.

સોમવારે સાકેત કોર્ટ પરિસરમાં વકીલોના વિરોધ પ્રદર્શન દરમિયાન કેટલાક શખ્સોએ જે રીતે જાહેરમાં એક વર્દીધારી પોલીસ કર્મી પર હુમલો કરીને તેની સાથે મારપીટ કરી તે જોઈ પોલીસ પણ ચોંકી ગઈ. પોલીસ ચોકીમાં પણ તોડફોડ કરઈ હતી. તેમ છતાં આરોપીઓ સામે કોઈ કાર્યવાહી ન કરાઈ અને વાત બગડી ગઈ. પોલીસ કેસ ફાઈલ કરીને ધરપકડની તેઓ ઈચ્છા રાખતા હતા પરંતુ સિનિયર્સ કાર્યવાહી કરવાથી બચવા માગતા હતા. ઉલ્લેખનીય છે કે પોલીસ અને લોકોના મનમાં પણ વકીલો શું ગુનો કરી શકે? તેવો સવાલ છે.