મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હી: રિતિક રોશન તેની ફિલ્મ્સ તેમજ તેના ડાન્સ માટે પણ જાણીતો છે. તેણે પોતાની ઘણી ફિલ્મોમાં પોતાના ડાન્સથી ખૂબ ધૂમ મચાવી છે. તાજેતરમાં જ તેની વૉર ફિલ્મમાં તેણે પોતાનો ડાન્સથી ચાર ચાંદ લગાવી દીધા છે . તાજેતરમાં જ રિતિક રોશન ડાન્સનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે સ્ટેજ પર પરફોર્મ કરી રહ્યો છે. વીડિયોમાં રિતિક રોશન જોઇ શકાય છે કે તે તેના તમામ સુપરહિટ ગીતો પર ડાન્સ કરી રહ્યો છે. તેનો ડાન્સ જોઇને બધા સેલેબ્સે ખુબ ખુશખુશાલ થયા.

રિતિક રોશનનો ડાન્સ જોઇને ત્યાં બેઠેલા તમામ સેલેબ્સ, જેમાં ગોવિંદા, માધુરી દીક્ષિત, દિયા મિર્ઝા જેવા સ્ટાર્સે ખૂબ વખાણ કર્યા. તેમનો ડાન્સ શરૂ થાય તે પહેલા પ્રેક્ષકો સહિત સેલેબ્સમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રિતિક રોશનનો ડાન્સ વીડિયો તારિક ખાન નામના એકાઉન્ટ પર મૂકવામાં આવ્યો છે. વિડિઓ અત્યાર સુધીમાં 4 કરોડ 73 લાખથી વધુ વખત જોવામાં આવી ચુક્યો છે. ચાહકો પણ વીડિયો પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

જણાવી દઈએ કે રિતિક રોશન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે હંમેશાં ઇન્સ્ટાગ્રામ પર ફોટા અને વીડિયો શેર કરીને ચાહકો સાથે સંકળાયેલો રહે છે. કહો ના પ્યાર હૈથી બોલિવૂડની દુનિયામાં પગ મૂકનાર રિતિક રોશન છેલ્લે ફિલ્મ વૉરમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં રિતિક રોશન સાથે અભિનેતા ટાઇગર શ્રોફની જોડી એકદમ આકર્ષક લાગી હતી. દર્શકોના દિલ જીતવાની સાથે સાથે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર એક બ્લોકબસ્ટર ફિલ્મ રહી હતી. મોટા પડદા પર વૉરએ  300 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. અગાઉ રિતિક રોશન સુપર 30 માં પણ જોવા મળ્યો હતો.