મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ માનવ સંસાધન વિકાસ મંત્રાલય (Ministry of Human Resource Development)નું નામ શિક્ષણ મંત્રાલય રાખવામાં આવશે તેવી જાણકારી મળી રહી છે. માહિતી મળી રહી છે કે કેબિનેટ મીટિંગમાં તેના પર નિર્ણય લેવામાં આવી શકે છે. સંભાવનાઓ ચે કે માનવ સંસાધન વિકાસ મંત્રાલયનું નામ બદલીને શિક્ષા મંત્રાલય રાખવામાં આવી શકે છે. બની શકે કે કેન્દ્ર સરકાર નવી શિક્ષા નીતિને મંજુરી આપવાના સાથે જ મંત્રાલયનું નામ પણ બદલવાને લઈને નિર્ણય કરે. આપને જણાવી દઈએ કે હાલ રમેશ પોખરિયાલ નિશંક (Ramesh Pokhriyal Nishank) માનવ સંસાધન વિકાસ મંત્રી છે.

ઉલ્લેખનીય છે કે બુધવારે થઈ રહેલી કેબિનેટની બેઠકમાં નવી રાષ્ટ્રીય શિક્ષા નીતનને મંજુરી મળવાની સંભાવનાઓ છે. નવી નીતિના પ્રસ્તાવમાં ઉચ્ચ શિક્ષાના માટે એક જ રેગ્યૂલેટરી બોડી બનાવવાનો પ્રસ્તાવ છે. તેનાથી ઉચ્ચ શિક્ષા ક્ષેત્રમાં ઘણી રીતે અલગ અલગ રેગ્યૂલેટરી વ્યવસ્થાઓથી છૂટકારો મળશે. માનવ સંસાધન વિકાસ મંત્રાલયએ National Higher Education Regulatory Authority (NHERA) અથવા  Higher Education Commission of India બનાવવાની વાત કરી છે.

આ ઉપરાંત, રાજ્યોમાં State School Standards Authority બનાવવાનો પ્રસ્તાવ છે જે સ્કૂલ ફી જેવા વિવાદીત વિષયોને લઈને તમામ મુદ્દાઓ પર નજર રાખશે. નવી નીતિમાં ત્રિભાષા ફોર્મ્યૂલા ચાલુ રાખવાની બાબત કેન્દ્રમાં છે. પાંચ વર્ષની ઉંમર સુધી શિક્ષણ સાથે જોડાયેલા વિષયોની ફરજ મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની પાસે રહેશે અને તે પછી એચઆરડી મંત્રાલયને અંતર્ગત સ્કૂલ શિક્ષણ વિભાગ જોશે.