મેરાન્યૂઝ નેટવર્ક.હ્યૂસ્ટનઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના સાત દિવસના પ્રવાસ પર અમેરિકા પહોંચ્યા છે. હ્યૂસ્ટનના એનઆરજી સ્ટેડિયમમાં આજે થનાર તેમની હાઉડી મોદી કાર્યક્રમ માટે સ્ટેજ સજી ગયું છે, જેમાં પીએમ સાથે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ શામેલ થશે. તેમાં 50 હજાર લોકો આવવાની સંભાવના છે. આ કાર્યક્રમ ભારત અને અમેરિકા બંને જ દેશોની નજરોમાં મહત્વનો મનાઈ રહ્યો છે. મોદીના આ ઈવેન્ટના માટે હ્યૂસ્ટન શહેર જ કેમ નક્કી કરાયું અને ગત કેટલાક દિવસોથી સંબંધોમાં ખટાસ છતાં અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ આ કાર્યક્રમમાં શામેલ થવા માટે કેમ માની ગયા તે પણ જાણવા જેવું અને રસપ્રદ છે.

હ્યૂસ્ટન જ કેમ નક્કી થયું તે અને અમેરિકી પ્રમુખ કેમ સાથે એક સ્ટેજ પર આવી રહ્યા છે તેનું બીલકુલ બંધ બેસ્તું એક ગણિત છે. હાઉડી મોદી કાર્યક્રમ હ્યૂસ્ટનમાં યોજાઈ રહ્યો છે. આ ટેક્સાસનું એક શહેર છે અહીં મોટી સંખ્યામાં ભારતીય મૂળના અમેરિકી લોકો રહે છે. હ્યૂસ્ટનના ઉપરાંત ડલાસ પણ ટેક્સાસની મુખ્ય જગ્યા છે. બંને જ જગ્યા તે ટોપ 10 શહેરોમાં શામેલ છે જ્યાં ભારતીય અમેરિકી લોકોની સંખ્યા ટોપ પર છે.

વડાપ્રધાન મોદી વિદેશમાં તે પહેલા પણ ઘણા કાર્યક્રમોનો ભાગ બની ચુક્યા છે. ફક્ત અમેરિકાની વાત કરીએ તો તે ન્યૂ યોર્ક, સેન જોસ અને વોશિંગટન ડીસીમાં પણ આવી ઈવેન્ટ્સ યોજાઈ ચુકી છે. મોદી દરેક ઈવેન્ટમાં સારી એવી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. તેની અસર ભારતીય રાજનીતિ પર પણ પડે છે. તેનાથી લોકોના વચ્ચે સીધો મેસેજ જાય છે કે હવે વિદેશમાં ભારતની છબી સારી બની રહી છે.

અમેરિકામાં આગામી વર્ષે ચૂંટણી યોજાવાની છે, આ ઈવેન્ટથી ટ્રમ્પ ભારતીય મૂળના અમેરિકી નાગરિકોને પોતાની તરફ ખેંચવા માગે છે. 2016ના રાષ્ટ્રપતિના ઈલેક્શનમાં ભારતીય મૂળના અમેરિકી નાગરિકોએ ટ્રમ્પને ટક્કર આપી રહેલા હિલેરી ક્લિંટનને જ વોટ આપ્યા હતા. આ વાત બાદમાં નેશનલ એશિયન અમેરિકન સર્વેમાં સામે આવી હતી. ટ્રમ્પનું આ કાર્યક્રમમાં આવવાનો નિર્ણય કરવો એક ચાલાકી ભર્યો નિર્ણય છે તેવું રાજકીય પંડીતો માની રહ્યા છે. ટ્રમ્પ આ માનીને ચાલી રહ્યા હશે કે મોદીના સાથે ઊભા રહેવાથી ઈન્ડો-અમેરિકન લોકોનો સાથ તેમને મળી શકશે. હ્યૂસ્ટનમાં 91 હજારથી વધુ ઈન્ડો અમેરિકન્સ છે.

હાઉડી મોદીની મહત્વતા આના પરથી ખબર પડી જાય છે કે હાલમાં જ એવું પહેલીવાર થવા જઈ રહ્યું છે કે જ્યારે બે સૌથી મોટા લોકતંત્રના દેશોના નેતા દુનિયામાં ક્યાંક એક સંયુક્ત રેલીને સંબોધિત કરશે. કાર્યક્રમની ભવ્યતાનો અંદાજ તેના પરથી આવી જાય છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઉપરાંત 60થી વધુ પ્રમુખ અમેરિકી સાંસદ પણ રહેશે. પીએમ મોદીના શાનદાર સ્વાગત માટે અહીં કાર્યક્રમમાં પહેલી હિન્દુ સાંસદ તુલસી ગબ્બાર્ડ અને ભારત વંશી સાંસદ રાજા કૃષ્ણમૂર્તિ પણ શામેલ થશે.