પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ) આણંદ પાસે આવેલા લાંભોલ નજીક મોટર સાયકલ ઉપર જઈ રહેલા આંગડિયા પિતા-પુત્ર પાસે રહેલો રૂપિયા 45 લાખ રોકડ ભરેલો થેલો આંચકી લૂંટારૂઓ ફરાર થઈ ગયા હતા આ મામલે આણંદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ બાદ આણંદ પોલીસે ક્રમશઃ તપાસનો દૌર આગળ વધાર્યો અને પોલીસ મહુડી પાસે છુપાયેલા આરોપીઓને પોલીસે ઝડપી પાડી લૂંટની રકમમાંથી 29 લાખ રોકડ પણ કબજે કરી છે, અગાઉ અનેક લૂંટને અંજામ આપી ચુકેલી આ ગેંગ પાસેથી પોલીસે દેશી તમંચો, કારતુસો અને છરા પણ મળી આવ્યા છે પોલીસે આ મામલે પાંચ આરોપીઓને ઝડપી લીધા છે.

ઘટનાની શરૂઆત આ પ્રમાણે થઈ હતી જેમાં તા 10 ઓકટોબરના રોજ આણંદમાં આંગડિયા પેઢી ચલાવતા જયંતિભાઈ ઠક્કર અને તેમનો પુત્ર સવારે બુલેટ મોટર સાયકલની ઉપર થેલો લઈ નિકળ્યા હતા પૈસા ભરેલો થેલો મોટર સાયકલની ટાંકી ઉપર મુકેલો હતો સવારના આઠ વાગ્યાના સુમારે તેઓ લાંભોલ હનુમાન મંદિર પાસે પહોંચ્યા ત્યારે એક પલ્સર મોટર સાયકલ ઉપર બે વ્યકિતઓ આવી અત્યંત ઝડપે તેમણે ટાંકી ઉપર રહેલો થેલો આંચકી ફરાર થઈ ગયા હતા, પિતા પુત્રએ તેમનો પીછો પણ કર્યો પણ આરોપીઓ હાથ લાગ્યા નહીં તેથી તેઓ તરત ગ્રામ્ય પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જયારે 45 લાખ રોકડની લૂંટ થઈ છે તેવી જાણકારી મળતા આણંદના પોલીસ સુપ્રીટેન્ડન્ટ મકરંદ ચૌહાણ હરકતમાં આવ્યા હતા તેમણે લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશીયલ ઓપરેશન ગ્રુપને એકટીવ કર્યા હતા.

ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેકટર રાધેશ્યામ વિરાણીએ સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી કરવાનો આદેશ આપી પોતાની ટીમના પોલીસ સબઈન્સસપેકટર આર વી વીંછી, એન ડી નકુમ અને ડી બી ડાભીને વિવિધ કામગીરી સોંપી હતી, જેમાં નાકાબંધી દરમિયાન ભાલેજ પોલીસે સંદેશો મોકલ્યો કે એક બીનવારસી પલ્સર મોટર સાયકલ તેમને મળી આવ્યુ છે આથી આણંદની ટીમ ત્યાં પહોંચી તો તેમણે જોયુ કે હજી મોટર સાયકલનું એન્જીન ગરમ હતું જેનો અર્થ લૂંટારૂઓ થોડા સમય પહેલા મોટર સાયકલ છોડી ફરાર થયા હતા આણંદ પોલીસે તરત તે મોટર સાયકલના નંબર આધારે તપાસ શરૂ કરી હતી, પણ એક સુચક બાબત એવી હતી કે પૈસા ભરેલો થેલો હતો જેમાં જયંતિ ઠક્કરનો મોબાઈલ હતો જેના કારણે પોલીસે તે નંબરને ટ્રેક કરવાનું શરૂ કરતા તે વિવિધ વિસ્તારમાં ટ્રેક થઈ રહ્યો હતો. આથી એક ટીમ તે નંબરની પાછળ ફોલો કરી રહી હતી.

દરમિયાન પોલીસને જાણકારી મળી કે જે મોટર સાયકલ છે તે હિમંતનગરની છે અને  જુલાઈ મહિનામાંથી ચોરાઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી આમ ત્યાં તપાસ અટકી ગઈ હતી, દરમિયાન જયંતિ ઠક્કરનો ફોન જેને પોલીસ ટ્રેક કરી રહી હતી તે અચાનક બંધ થઈ જતા પોલીસ ત્યાં અટકી ગઈ હતી પણ પોલીસને બપોરના સાડા ત્રણ વાગે અચાનક તે નંબરથી ઉપર ફોન આવ્યો અને ફોન કરનારે જાણકારી આપી કે તેને સાડા આઠ વાગ્યાના સુમારે આ ફોન ભાલેજના રસ્તા ઉપરથી મળી આવ્યા હતો આમ પોલીસ ફરી ત્યાં અટકી ગઈ હતી, પણ પોલીસ માટે આબરૂનો સવાલ હતો પોલીસે જયાં આરોપીનું મોટર સાયકલ મળી આવ્યુ તેની આસપાસના સીસી ટીવીની તપાસ કરી એક સુચક બાબત નજરે પડી જેમાં આરોપીઓની મોટર સાયકલ  પાસે એક સેવરોલેટ કાર આવે છે અને ત્યાંર બાદ આરોપીઓ દેખાતા બંધ થઈ જાય છે.

આથી પોલીસે અંદાજ લગાવ્યો કે લૂંટારૂઓ સાથે અન્યા આરોપીઓ છે પણ પોલીસે તે કારની તપાસ શરૂ કરતા બનાવના દિવસે આ કાર સવારે છ  વાગે એકસપ્રેસ વે ઉપરથી આણંદમાં પ્રવેશ કરતી દેખાય છે અને તે જ કાર ભાલેજમાં પણ જોવા મળે છે, પોલીસ આ નંબરની કારના ટ્રેક શરૂ કરતા કારણ ડાકોરના સીસીટીવી ફુટેજમાં નજરે પડી હતી ત્યાંર એક ઈકો કાર આવી જતી દેખાય છે. પોલીસે સેવરોલેટ કારના માલિક અંગે તપાસ કરા જાણવા મળ્યું કે કારનો માલિક સુરતનો દિનેશ પટેલ હતો પણ તેણે તે કાર મહુડી પાસેના એક ગામમાં બલાજી સોંલકીને બે મહિના પહેલા વેચી હતી. બીજી તરફ જે ઈકો કાર નજરે પડી પોલીસે તે કારને શોધી કાઢી અને તેના માલિકની પુછપરછ કરતા તેણે જાણકારી આપી કે ડાકોરથી તેની કારમાં ત્રણ હિન્દી ભાષી યુવકો બેઠા હતા અને તેઓ દહેગામ ઉતરી ગયા હતા.

આટલી માહિતીને આધારે આણંદ પોલીસ બલાજી સોંલકીના ગામ પહોંચી હતી અને ત્યાં લોકોની પુછપરછ કરતા બે વાતનું સમર્થન મળ્યુ હતું જેમાં પહેલા બાલાજી સોંલકી પાસે સેવરોલેટ કાર છે અને તેમના ઘરે કેટલાંક હિન્દી ભાષી યુવકો આવેલા છે, આ માહિતીને આધારે આણંદ પોલીસ પોતાની ટીમ સાથે બાલાજી સોંલકીના ઘરે ત્રાટકી તો તેમનો અંદાજ સાચો નિકળ્યો પોલીસે લૂંટ કરનાર બલાજી સોંલકી પીન્ટુ જૈન, સોનુ દિલ્હી અને જગો રાવળ અને ભીમ નામનો આરોપીઓ ઝડપાઈ ગયા હતા આ ગેંગે અગાઉ પણ અમદાવાદ અને ગાંધીનગરમાં લૂંટ કરી ચુકી હતી પરંતુ પોલીસ તેમને પકડી શકી ન્હોતી, પોલીસની પુછપરછમાં બીજી હકિકત સામે આવી જેમાં આ ગેંગ દ્વારા જયંતિ ઠક્કરના પુત્રને ફેબ્રુઆરીમાં લૂંટવાનો પ્રયાસ થયો હતો જેમાં ઠક્કના પુત્રને ચાકુ વાગવા છતાં તેણે થેલો છોડયો ન્હોતો અને બુમાબુમ કરતા લોકો આવી ગયા જેના કારણે આરોપીઓ ફરાર થઈ ગયા પણ આ મામલે લૂંટ નિષ્ફળ ગઈ જેના કારણે જયંતિ ઠક્કરે કોઈ પોલીસ ફરિયાદ કરી ન્હોતી.