મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: ગુજરાતીઓ સિવાય કોઈના જમણમાં કેરીનો રસ અને પુરી હોતા નથી, પણ છેલ્લાં દોઢ દાયકાથી ગુજરાતની ગૃહેણીઓ ઘરે કેરી લાવી કેરીનો રસ કાઢવાને બદલે ડેરીમાં મળતો તૈયાર કેરીનો રસ લઈ આવે છે, પણ માત્ર અમદાવાદમાં 1500 કરતા વધુ દુધની ડેરીમાં મળતો કેરીનો રસ ખરેખર કેરીનો રસ નહીં પણ મેંગો  મીલ્કસેક હોય છે, દુકાનદારો પણ કાયદાની છટકબારીનો સારી રીતે ઉપયોગ કરે છે ડેરીના બહાર મોટા અક્ષરમાં કેરીનો રસ મળશે તેવુ બોર્ડ હોય છે પણ એકદમ નાના અક્ષરમાં મેંગો મીલ્કસેક લખેલુ હોય છે.

જયારે કેરી બસો રૂપિયે કિલો મળતી નથી ત્યારે કેરીનો રસ કેવી રીતે દોઢસો  રૂપિયો કીલો મળી શકે તેવો પ્રશ્ન થવો જોઈએ પણ તેવુ થતુ નથી, કેરીના રસના નામે થોડીક  કેરી, પૈપૈયુ, દુધ ખાંડ અને એસેન્સ ઠપાકારી કેરીના રસ નામે મેંગો મીલ્કસેક વેચવામાં આવી રહ્યો છે, જો કે આયુર્વેદ પ્રમાણે પણ ફળ અને દુધ સાથે ખાવા ઉપર નિષેધ છે કારણ તેને વિરોધી આહાર કર્યો છે, આયુર્વેદ પ્રમાણે મેંગો મીલ્કસેક નહીં પણ ફ્રુટસલાડ પણ ખાવા ઉપર નિષેધ છા કારણે દુધના લેટીકએસીડ સાથે ફળોમાં રહેલુ લેટીકએસીડ ભળે તો શરીર માટે ખાસ કરી પેટની બીમારીને જન્મ આપનાર હોય છે.

આમ છતાં કેટલાંક દુકાનદારો દાવો કરે છે કે તેઓ માત્ર કેરીનો રસ જ વેચે છે તેમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ હોતી નથી, જો તમે ખરીદેલો કેરીનો રસ એકદમ શુધ્ધ છે તો તેની પરિક્ષા ઘરે જ થઈ શકે છે કેરીનો રસ ચોવીસ કલાક કરતા વઘુ સમય સારો રહી શકતો નથી, તેથી કેરીનો રસ જો એક વાટકીમાં કાઢી તેને ચોવીસ કલાક માટે ફ્રીજમાં મુકી દેવા આવે તો પણ તે કાળો પડી જાય છે આમ કેરીનો શુધ્ધ રસ ચોવીસ કલાકમાં બગડી જાય છે, પણ જો તમા ખરીદેલો કેરીનો રસ ફ્રીજમાં મુકયા પછી બીજા દિવસે પણ કાળો પડતો નથી તેમાં નક્કી દુધ અને પ્રીઝરવેટીવ છે તે જાણી લેજો, બાકી મેગો મીલ્કસેક અને પુરી જમતી વિશ્વની એક માત્ર પ્રજામાં હવે ગુજરાતીઓનો નંબર આવે છે.