મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ પિતાના મૃતદેહ સામે ગ્લેમરસ પોઝ આપી ફોટો ખેંચાવનારી અમેરિકન છોકરી હાલ ચર્ચાઓમાં છવાયેલી છે. છોકરીએ પોતાની આ હરકતને ડિફેન્ડ કરતાં કહ્યું છે કે તેણે કશું ખોટું નથી. બાબત એવી બની છે કે, પિતાના કોફીન સામેની તેની તસવીર પડાવ્યા પછી તેને સોશિયલ મીડિયા પર ઘણી આલોચનાઓનો સામનો કરવો પડ્યો છે.

ડેલી મેલની રિપોર્ટ મુજબ, હાલમાં જ ફ્લોરિડાની 20 વર્ષીય મોડલ જેને રિવેરાએ બ્લેક ડ્રેસ પહેરીને પોતાના પિતાના મૃતદેહ સામે ગ્લેમરસ અંદાજમાં ફોટો પડાવ્યો હતો. એટલું જ નહીં રિવેરાએ તે ફોટોઝને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી દીધી છે. જે પછી યૂઝર્સે તેની સંવેદનહીનતાને લઈને તેને ઘણી ટ્રોલ કરી હતી. સતત સોશિયલ મીડિયા પર તે ટ્રોલ થવા લાગતા એક મીડિયા પર ટ્રોલ થયા પછી જેને રિવેરાએ એનબીસી ન્યૂઝને કહ્યું , મેં જે પોસ્ટ મૂકી છે તેમાં કશું ખોટું ન હતું અને હું તેના પર અડગ છું. રિવેરાએ કહ્યું કે જો આજે તેના પિતા જીવતા હોત તો તેના પર ગર્વ કરતા કારણ કે તે મારા કરિયરને લઈને સતત સપોર્ટીવ રહેતા હતા.

Advertisement


 

 

 

 

 

રિવેરનું કહેવું છે કે તેણે એક સારા વિચાર સાથે તસવીર પડાવી હતી. દરેક કોઈ પોતાની મુશ્કેલીઓ સાથે લડે છે, આ મારી પોતાની રીત છે. પિતાજી જો જીવતા હોત તો તે પણ તેની મંજુરી આપતા અને મારા કામની પ્રશંસા કરતાં.

શું છે પુરા વિવાદનું મૂળ?

દરઅસલ, રિવેરાના પિતાનું 11 ઓક્ટોબરે 56 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું હતું. આ વચ્ચે કોફીનમાં રાખેલા પિતાના મૃતદેહની સામે રિવેરાએ ફોટો પડાવવાનું શરૂ કરી દીધું. બોલ્ડ ફોટોશૂટ માટે તેણે કાળા કપડાની એક સ્લીવ વાળું બ્લેઝર મીની ડ્રેસ પહેર્યું હતું. ફોટો પડાવતા સમયે તે પિતાના દેહની બિલકુલ સામે આવી ઊભી રહી હતી. તેણે પોતાના પગમાં હીલ પહેરી રાખી હતી અને ઘણો મેકઅપ પણ કર્યો હતો. તેની એ ફોટો જ્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ તો યૂઝર્સ ભડકવા લાગ્યા અને તેની આલોચના કરવા લાગ્યા. લોકોએ તેને ધૃણાસ્પદ અને સંવેદનહીન કહી હતી.