મેરાન્યૂઝ નેટવર્ક.પાટણ: હાલ સોશ્યલ મીડિયાના જમાનામાં અવનવા ફની વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે વરઘોડામાં ઘોડી વરરાજાને લઇને ભાગી ગઈ હોવાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા ભારે રમૂજ સાથે વરઘોડા પર બેઠેલા અને જાનૈયાઓ ઘોડી પાછળ દોટ મુકતા વીડિયોમાં જોવા મળી રહ્યા છે સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલ વિડીયો પાટણ તાલુકાના રોડા ગામનો હોવાનું બહાર આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર,હારીજ તાલુકાના રોડા ગામે નીકળેલા વરઘોડામાં ગામના ચોકમાં વરઘોડામાં જાનૈયા નાચવામાં મશગુલ હતા ઘોડા પર વરરાજા સવાર હતા ઘોડીનો માલિક ઘોડીને નચાવવાની સાથે કરતબ કરાવી રહ્યો હતો અને ઘોડી ભડકતા વરરાજાને લઇને ભાગી હતી ઘોડાનો માલિક અને વરઘોડામાં રહેલા જાનૈયાઓ ઘોડી પાછળ દોડ઼ લગાવી હતી ઘોડી ઉભા રસ્તા પર ભાગતા ભારે નાસભાગ મચી હતી વરરાજાના કાબૂ બહાર નીકળતા વરરાજા ઘોડી પરથી પટકાતા શરીરે સામાન્ય ઇજા પહોંચી હતી.