મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ વિશ્વ કક્ષાએ એક જાણિતું નામ છે. હોલીવુડની એક અભિનેત્રી પામેલા એન્ડર્સન કે જેને આપ સારી રીતે જાણો છો, તે અગાઉ બેવૉચમાં જોવા મળી હતી. તે બેવૉચમાં તે છોકરીના રુપે ઓળખાતી થઈ કે જે ટાયર લઈને સમુદ્રમાં ડુબતા લોકોને બચાવતી હોય છે. આ અભિનેત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક ચિઠ્ઠી લખી છે. ચિઠ્ઠી ખુબ સરસ મુદ્દાને લઈને લખાઈ છે, શું લખ્યું છે ચિઠ્ઠીમાં આવો જાણીએ.

પામેલાએ વડાપ્રધાનને ચિઠ્ઠી લખીને દિલ્હીના પોલ્યૂશન પર ચિંતા વ્યક્ત કરી છે. તે ઉપરાંત તેણે ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણના અસંતુલનના ઉપાયો અંગે પણ લખ્યું છે. તેણે કહ્યું કે તેને કંટ્રોલ કરવા માટે પ્રયાસ થવા જોઈએ અને તે જ પ્રયાસોમાંથી એક રીત છે કે તમામ સરકારી મીટિંગ્સ, ઈવેન્ટ્સ અને કાય્રક્રમોમાં નોન-વેજ જમવા પર પ્રતિબંધ મુકી દેવો જોઈએ. ફક્ત શાકાહારી જ પિરસાવું જોઈએ. તેણે ઓપ્શન પણ આપ્યો કે માંસની જગ્યાએ ડેરી પ્રોડક્ટ્સ કે પછી સોયાથી બનેલી કોઈ ડીશ બનાવવામાં આવે.

તેણે લખ્યું કે વૈજ્ઞાનિકો કહી ચુક્યા છે કે, ધરતી ઝડપથી ગરમ થી રહી છે. તેથી આ દિશામાં પણ ઝડપથી કામ કરવું પડશે. તેણે પોતાની ચિઠ્ઠીમાં વર્લ્ડ બેન્કની એક રિપોર્ટનો પણ ઉલ્લેખ કર્યો છે, જે અંતર્ગત, 2050 સુધી 3.60 કરોડ ભારતીય લોકો પુરનો સામનો કરી શકે છે. 2030 સુધી ભારતના 21 શહેરોની જમીનમાંથી પામી ખત્મ થઈ ચુક્યું હશે અને ભારતના 40 ટકા લોકો પીવાના પાણી માટે તરસતા રહેશે.

તેણે પોતાની ચિઠ્ઠીના અંતમાં પીએમને ન્યૂઝિેલેન્ડ, જર્મની અને ચીનની રાહે કામ કરવાની સલાહ આપી છે અને કહ્યું કે આ દેશોએ માંસાહાર ભોજનની માત્રાને ઘટાડી દીધી છે.

જોકે પામેલા જે કહે છે તે પોતે પણ કરે છે. તે ખુદ વેજીટેરિયન છે. પેટાથી જોડાયેલી છે. પેટા એટલે કે પીપલ ફોર દ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ (People for the Ethical Treatment of Animals) એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, જે જાનવરોની સુરક્ષા અને અધિકારો માટે કામ કરે છે. જોકે પામેલાએ નરેન્દ્ર મોદીને આ ઉપરાંત કેનેડાના પીએમને પણ ચિઠ્ઠી લખી છે અને આ વાત કરી ચુકી છે. એવું શક્ય છે કે ઘણા લોકો પામેલાની શાકાહારી અપનાવાની વાત સાથે સહમત ન હોય પણ બાબત સારી રીતે રજુ એટલે કરાઈ છે કે તેણે પોતાની વાત મુકી અને તે પણ એક યોગ્ય રીતે અને સાથે જ ચિંતા પણ વ્યક્ત કરી છે.