રાહુલ પટેલ (મેરાન્યૂઝ.નર્મદા): ગુજરાતની જીવાદોરી ગણાતી સરદાર સરોવર નર્મદા યોજનાનું ખાતમુર્હત તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરૂના હસ્તે પાંચમી એપ્રિલ 1961ના રોજ કરવામાં આવ્યું હતું આજે આ યોજનાના ખાતમુર્હુત થયે 55 વર્ષ પુરા થઇ રહ્યા છે અને 56મું વર્ષ શરૂ થઇ રહ્યુ છે ત્યારે હવે નર્મદા ડેમની કામગીરી તેના અંતીમ  તબક્કામાં છે. ડેમ પર 29 પિયર ઉભા કરવાની કામગીરી લગભગ પૂર્ણ થઇ ગઇ છે. અને  દરવાજા લગાડવાની કામગીરી પણ શરૂ થતાં નર્મદા ડેમનુ કામ માર્ચ ૨૦૧૭માં પૂર્ણ થઈ જવાની શક્યતા છે. પરંતુ કેનાલ ના નેટવર્કના બાકી કામોને કારણે યોજનાનો પૂર્ણ લાભ મળતા હજુ વધુ સમય લાગશે.

ભારે વિવાદોનો સામનો કરી ચુકેલી બહુહેતુક સરદાર સરોવર  નર્મદા યોજના દુનિયાની એક માત્ર  એવી યોજના છે કે, જે ૭૦-૭૦ વર્ષે હજુ પૂર્ણ નથી થઇ.વર્ષ ૧૯૪૬થી નર્મદા યોજનાના સર્વે બાદ આજે વર્ષ ૨૦૧૬માં આ યોજના માં હાલ આખરી કામકાજ ચાલી રહ્યુ છે.અને આગામી એક વર્ષમાં કામકાજ સંપુર્ણ થશે. પરંતુ કેનાલ નેટવર્કના કામો સંપૂર્ણ થયા બાદ જ સંપુર્ણ પણે તેનો લાભ મળતો થશે. ઉપરાંત ડેમના જળવિદ્યુત મથકોને કારણે ગુજરાતની વિજમાંગને આરામથી પહોંચી શકાય તેમ છે.ગુજરાતની આ જીવાદોરી સમાન નર્મદા યોજનાએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ ને આવ્યો હતો અને મુંબઈના જમશેદજી એમ.વાચ્છા નામના પારસી ઇજનેરે આ વિચાર ને સાકાર કર્યો હતો. જે ૧૫ વર્ષ બાદ એટલે કે પાંચમી એપ્રિલ ૧૯૬૧માં અમલમાં આવ્યો અને વડાપ્રધાન જવાહરલાલ નહેરુના વરદ હસ્તે ખાતમુર્હત થયું.

ખાતમુર્હુત બાદ બંધનું કામકાજ અનેક અંતરાયોને પાર કરતુ વર્ષ ૧૯૮૭માં શરૂ થયુ. ૨૮ વર્ષના લાંબા ગાળા બાદ ડેમનું બાંધકામ  તેના અંતીમ પડાવ પર છે.૭૦-૭૦ વર્ષ સુધીના વિવાદોમાં રહેલી અંતરાયોનો સામનો કરી ચુકેલી બહુહેતુક નર્મદા યોજના આવતા વર્ષ સુધીમાં પૂર્ણ થઇ જશે.વર્ષ ૧૯૯૪માં નર્મદા બચાવો આંદોલનના પ્રણેતા મેઘા પાટકરની આગેવાનીમાં મા બાબા આમ્ટે,અરુંધતી રોય જેવા લોકોએ પુન:વર્સન અને પર્યાવરણ ના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં પીટીશન કરી.જેના કારણે ૪-૪ વર્ષ સુધી ડેમનું કામકાજ અધુરૂ રહ્યુ.ત્યાર બાદ વર્ષ ૩૧મી ડીસેમ્બર ૨૦૦૬ના રોજ છેલ્લુ બકેટ નાખીને તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ડેમની ઉંચાઇ ૧૨૧.૯૨ મીટરે પહોંચાડી.જે માટે નરેન્દ્ર મોદી ૨૦૦૬માં ગાંધીનગર માં ૫૧ કલાક ના ઉપવાસ પર બેઠા હતા.જે બાદ ૨૦૦૬ થી ૨૦૧૪ સુધી ડેમની કામગીરી ખોરંભે પડી અને ઉંચાઇના વધવાને કારણે ઓવરફ્લોનું પાણી દરીયામાં વહી ગયુ હતુ.,વર્ષ ૨૦૧૩માં મહાવિનાશક પુર આવ્યુ હતુ.

 

આમ તો નર્મદા યોજનાને લઇને તમામ મુખ્યમંત્રીઓનો ફાળો હોવાનું નરેન્દ્ર મોદી કહી ચુકયા છે પરંતુ મેઘા પાટકરની નર્મદા બચાવો આંદોલન વખતે મુખ્યમંત્રી તરીકે આરૂઢ ચિમનભાઇ પટેલ ખુબ જ ગંભીર અને એગ્રેસીવ હતા.પરંતુ ૨૦૦૬ થી ૨૦૧૪ દરમ્યાન કામ ખોરંભે ચઢ્યા બાદ નરેન્દ્ર મોદીએ ખુબ જ પ્રયત્ન કર્યા હતા.પુન:વર્સનની કામગીરી ને લઇને તત્કાલીન મુખ્યમંત્રી ચિમનભાઇ પટેલે ભારે ઉદારતા દાખવી હતી.અને નરેન્દ્ર મોદીએ કામકાજ સંપુર્ણ થાય તે માટે પ્રયત્નો કર્યા છે. તો સાથે સાથે ઇજનેરો અને કામદારોએ પણ પુરૂષાર્થ દાખવ્યો છે. ૨૬ મે ૨૦૧૬ના રોજ વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળનાર નરેન્દ્રભાઇ મોદીએ સૌથી પહેલુ કોઇ કાર્ય કર્યુ હોય તો તે નર્મદા ની ઉંચાઇ વધારવાનું.માત્ર ૨૬ દીવસન ટૂંકા ગાળા બાદ તારીખ ૧૨ જુન ૨૦૧૪ ના રોજ નર્મદા કંટ્રોલ ઓથોરીટીએ  ડેમની ઉંચાઇ ૧૩૮.૬૮ મીટર ની આખરી ઉંચાઇ સુધી લૈ જવા માટે પરવાનગી આપી.ત્યારબાદ નર્મદા બંધનું કામકાજ અવિરત ચાલી રહ્યુ છે.

વર્ષ ૧૯૬૯ માં નર્મદા જળવિવાદ પંચ (એનડબ્લ્યુડીટી)ની રચના બાદ ૨૦ ડીસેમ્બર ૧૯૮૦ માં નર્મદા બંધની ઉંચાઇ સહીતની કામગીરી અંગે નો નિર્ણય ઇન્દોર સ્થિત નર્મદા કંટ્રોલ ઓથોરીટી દ્રારા મંજુરી આપ્યા બાદ જ વધી શકે છે.અને જેમાં કેન્દ્રીય જળ સચીવ તેના અધ્યક્ષ હોય છે અને ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશ તથા મહારાષ્ટ્રના પ્રતિનિધી હોય છે.જેમાં પુન:વર્સનની કામગીરી ને લઇને ઉંચાઇ વધારવાની પરમીશન આપવામાં આવતી હોય છે.

નર્મદા ને ગુજરાત ની જીવાદોરી અને ગુજરાત માટે સર્વશ્વ કહી શકાય તેમ છે,અને તેમ કહેવામાં સહેજે અતિશયોકતી નથી.કારણ કે,નર્મદા યોજનાને કારણે વિજળી, પિવાના પાણી અને સિંચાઇના પાણીની ગુજરાતભરની માંગ સંતોષાશે.ડેમની કામગીરી સંપુર્ણ થતા પાણીની હાલની  ૧.૨૭ મિલિયન એકર ફુટથી  ત્રણ ઘણી વધીને ૪.૭૫ મિલિયન એકર ફૂટ સંગ્રહશક્તિ થશે.જેને કારણે વિજળીનું ઉત્પાદન હાલના ઉત્પાદનથી વધીને કુલ - ૧૪૫૦ મેગાવોટ થશે.જેનો ફાયદો ગુજરાત અને મહારાષ્ટ્રને થશે.પિવાના પાણી બાબતે ગુજરાત હંમેશા નર્મદા યોજના આધારિત રહ્યુ છે,અને ગુજરાત નો ૭૦ % ભાગ પાણીની સમસ્યાથી પિડાય છે,નર્મદા યોજના થકી ગુજરાતભરના ૯૬૩૩ ગામડા અને ૧૩૩ ગામોને પાણી પુરૂ પાડવાનું  આયોજન છે.અને હાલમાં ૭૯૭૩ ગામ અને ૧૧૮ શહેરો ને નર્મદા દ્રારા પિવાનું પાણી પુરૂ પડાઇ રહ્યુ છે.

છેલ્લા ૧૦ વર્ષમાં થયેલો એગ્રીકલ્ચર ગ્રોથ માત્ર નર્મદા ને કારણે છે. નર્મદા  નદીના પાણી આજે ડેમથી ૬૦૦ કીલોમીટર દુર જુનાગઢ,કચ્છ અને જામનગર,રાજકોટ સુધી પહોંચ્યા છે.આજથી દસ વર્ષ પહેલા આ ગામડાઓમાં પાણી માટે ફાંફાં હતા.આ યોજનાને કારણે સિંચાઇ ન પાણીમાં વધારો થશે.હાલ ૯.૪૮ લાખ હેકટર જમીન માં સિંચાઇ નુ પાણ્રી પુરૂ પડાઇ રહ્યુ છે,  કામગીરી સંપુર્ણ થયા બાદ  રાજ્ય ના ૧૫ જીલ્લાઓમાં કુલ ૧૮ લાખ હેકટર વિસ્તારને સિંચાઇ માટે પાણી  મળતુ થઇ જશે.ગુજરાતની હાલની સમ્રુધ્ધી માં નર્મદા યોજનાનો ફાળો મુખ્ય મનાય છે.વર્ષ ૨૦૦૧ માં રાજ્યનું કૃષી ઉત્પાદન ૯ હજાર કરોડ હતુ જે વધીને આજે ૧ લાખ કરોડની ઉપર પહોંચ્યુ છે.પહેલા રાજયના ખેડુતો વરસાદ આધારીત એક જ પાક લઇ શકતા હતા.જ્યા આજે નર્મદાના નીરનો ઉપયોગ કરીને આજે ૨ કે ૩ પાક લઇ શકાય છે.કપાસના પાકમાં ઉત્પાદનને દ્રસ્ટીએગુજરાત પ્રથમ સ્થાને છે જેનુ કારણ નર્મદાના નીર છે.રાજ્યમા નર્મદા સિવાયના નાના-મોટા જળાશયોની પાણીની સંગ્રહશક્તિ ૧૫૦૦૦ મિલિયન ઘન મીટરની છે.જેની સામે માત્ર નર્મદા ડેમની સંગ્રહ શક્તિ ૪૫૬૦ મીલીયન ઘન મીટરની છે.ગુજરાત ના ટોટલ ડેમમાથી કુલ ૨૫ % પાણીનો જથ્થો માત્ર નર્મદા ડેમમાં છે.રાજયમાં ૧૨૫ લાખ હેકટર ખેત વિસ્તાર છે,જેમાં ૬૦ લાખ હેકટર વિસ્તાર વરસાદી પાણીપર નિર્ભર છે.બીજી સિંચાઇ યોજના અને ભુગર્ભ જળ તથા સરફેશ વોટરથી ૪૦ લાખ હેકટર વિસ્તારમાં ખેતી થાય છે.તેની સામે ૧૮ લાખ હેકટર જમીનમાં માત્ર નર્મદાના નીરથી ખેતી થશે. 

આધારભૂત સુત્રો ના જણાવ્યા મુજબ આ ડેમ માં અત્યાર સુધીમાં      પ્રોજેકટેડ/એસ્ટીમેટેડ(અંદાજીત ખર્ચ ) ખર્ચ – ૩૯,૨૪૦ કરોડનો હતો. 

    વર્ષ ૧૯૮૬/૧૯૮૭ સુધીમાં ખર્ચ – ૬૫૦ કરોડ

    વર્ષ ૨૦૧૪ સુધીનો ખર્ચ - ૬,૪૦૦ કરોડ

    વર્ષ ૨૦૧૬ સુધી માત્ર ડેમ પાછ્ળ ખર્ચ – ૨૨૦૦ કરોડ

    સમગ્ર નર્મદા યોજના પાછ્ળ હાલ સુધીનો ખર્ચ – ૪૭૦૦૦ કરોડ

    યોજના સંપુર્ણ થતા કુલ ખર્ચ – ૬૫,૦૦૦ કરોડ લગભગ

નર્મદા ડેમ માં અત્યાર સુધી લગભગ  ૬૮.૨૦ લાખ કયુબીટ મીટર કોન્ક્રીટ નો ઉપયોગ થયો છે જેનાથી જો રોડ બનાવવામાં આવે તો પૃથ્વી થી ચંદ્ર સુધીનો રોડ બની શકે. નર્મદા ડેમ  અમેરિકાના ગ્રાન્ટ કુલી બાદ ગ્રેવીટીમાં બીજા નંબરે આવે છે.

નર્મદા ડેમ માં અત્યાર સુધી લગભગ  ૬૮.૨૦ લાખ કયુબીટ મીટર કોન્ક્રીટ નો ઉપયોગ થયો છે જેનાથી જો રોડ બનાવવામાં આવે તો પૃથ્વી થી ચંદ્ર સુધીનો રોડ બની શકે. નર્મદા ડેમ  અમેરિકાના ગ્રાન્ટ કુલી બાદ ગ્રેવીટીમાં બીજા નંબરે આવે છે.અને સિંચાઇની નહેર કુલ ૭૪,૬૨૬ કિલોમીટર સાથે વિશ્વમાં પ્રથમ નંબરે છે.

 

           હવે ડેમની યોજનાની કામગીરી સંપુર્ણ થતા શુ લાભ થશે.

 • આ પ્રોજેક્ટ પૂર્ણ થતા ગુજરાતના નર્મદા નદી કાંઠાવિસ્તારના 210 ગામો તથા ભરુચ શહેરની લગભગ 30,000 હેક્ટર જમીન તથા 4 લાખની વસ્તીને પુરથી રાહત થશે.
 •  
 • રાજયના ૧૫ જીલ્લા ના ૭૩ તાલુકાના ૩૧૩૭ ગામોની ૧૮.૪૫ લાખ હેકટર જમીનને સિંચાઇ નુ પાણી મળશે.
 • રાજ્યના ૮૨૧૫ ગામડા અને ૧૩૫ શહેરી વિસ્તારો ને અવીરત પીવા માટે પાણી પૂરૂ પાડી શકાશે.
 • એક વાર ડેમ સંપુર્ણ ભરાઇ ગયા બાદ ગુજરાત મા ખેતી તેમજ પીવાના પાણીની જરૂરીયાત ૬ વર્ષ સુધી સંગ્રહી શકાશે.
 • નર્મદા ના મુખ્ય બંધ મુખ્ય જળ વિધ્યુત મથક ખાતે ૨૦૦ મેગાવોટ ના ૬ ભુગર્ભ યુનીટ જેની કુલ ક્ષમતા ૧૨૦૦ મેગાવોટ તેમજ નર્મદા મુખ્ય કેનાલ ના મુખ ઉપર ૫૦ મેગાવોટ ના ૫ યુનીટ ધ્વારા ૨૫૦ મેગાવોટ ની દૈનીક ક્ષમતા છે. જેમા હાલ ૧૨૦૦ મેગાવોટ વિજળી ઉત્પન્ન કરી શકાય છે.જેના ધ્વારા આજદીન સુધી ૪૫૦૦ મીલીયન યુનીટ વિજળી નુ ઉત્પાદન થઇ રહ્યુ છે.
 • યોજ્ના સંપુર્ણા થતા જળવિધ્યુત મથકો પૂરી ક્ષમતા સાથે વિજ ઉત્પાદન કરે તો દૈનીક ૧૪૫૦ મેગાવોટ વિજળી ઉત્પાદિત થઇ શકે.જેનાથી જળવિધ્યુત મથક ની વિજ ક્ષમતા ૩૦% જેટલી વધી જશે.અને કુલ ૬૦૦૦ મેગાવોટ વિજળી નુ ઉત્પાદન કરી શકાશે.
 • ઉત્પન્ન થતી વિજળી ના ગુજરાત ને ૧૬% મધ્યપ્રદેશને -૫૭ % અને મહારાષ્ટ્ર ને ૨૯ % વિજળી મળશે.ગુજરાત ને ત્રણેય રાજ્ય પૈકી સૌથી ઓછી વિજળી મળવા છ્તા પણ રાજ્ય મા અંધારપટ ની સ્થીતી એક સ્વપ્ન બની જાશે.
 • જળવિધ્યુત ની કામગીરી ઉતમ રીતે પાર પાડવા બદલ નર્મદા યોજનાને વર્ષ -૨૦૧૧ મા ઇનીશીયા એવોર્ડ,૨૦૧૨ મા કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ કાઉન્સીલ ધ્વારા વિશ્વકર્મા એવોર્ડ તેમજ વર્ષ ૨૦૧૨ મા ઇંડીયા પાવર એવોર્ડ.
 • સિંચાઇ માટે પાણી મળતુ થતા ખેડૂત વર્ષમા ૨ પાકો લઇ શક્શે.
 • ઓવરફ્લોથી થતા ૪૨૭ કરોડ ઘનમીટર પાણીનો બગાડ અટકાવી શકાશે.
 • ઉંચાઇ વધતા હાલની ક્ષમતા કરતા ૪.૭૩ મીલીયન એકર ફીટ પાણીનો સંગ્રહ થઇ શક્શે.
 •  

અગત્યના સીમાચિન્હો

 • નર્મદા ડેમનું કામ સંપૂર્ણ રીતે આગામી એક વર્ષમાં પૂર્ણ થશે. 
 • ડેમની ઉંચાઇ 138.68 મીટર થશે.
 • 4560 મિલિયનક્યુબિક મીટર પાણીનો સંગ્રહ થઇ શકશે.
 • ડેમના બાંધકામમાં અત્યાર સુધીમાં ૬૮.૨૦ લાખ ઘનમીટર કોક્રીટનો વપરાશ
 • ડેમની ઉપરની પહોળાઇ ૯.૨૭ મીટર
 • સરોવરમાં પાણીનો સંગ્રહ ૨૧૪ કીમી
 • ડેમમાં મહતમ પાણીનું લેવલ ૧૩૮.૬૮ મીટર
 • ડેમનો જળવિસ્તાર ૩૭૦૦૦ હેકટર
 • ૫૦ લાખ પ્રવાસી ઓએ લીધી મુલાકાત
 • અત્યાર સુધીમાં રૂ.૭૦૦૦ કરોડનુ  વીજ ઉત્પાદન
 • દરવાજા 
 • હાલ ૩૦ જેટલા આ ગેટ બેસાડવાનુ કાર્ય ચાલી રહ્યુ છે, આ ૩૦ પૈકી ૨૩ દરવાજા ૧૮.૩૦ મીટર લંબાઇ અને ૧૬.૭૬ મીટર પહોળાઇના તેમજ ૭ દરવાજા ૧૮.૩૦ મીટર લંબાઇ તેમજ ૧૮.૩૦ મીટર પહોળાઇ ના છે જેનુ કુલ વજન ૧૩,૦૦૦ મેટ્રીક ટન જેટલુ છે.અને આ દરવાજા ૧૯૯૫ મા ૫૦ કરોડમા બનાવવામા આવ્યા હતા.આ એક ગેટ ખોલવામા આવે તો તેમાથી ૧,૦૦,૦૦૦ ક્યુસેક પાણી ડીસ્ચાર્જ થશે.
 • જળવિદ્યુત મથક્ની સ્થાપિત ક્ષમતા ૧૪૫૦ મેગા વોટ (૧૦૦ કરોડ યુનિટ પ્રતિ વર્ષ)
 • વર્ષ ૨૦૦૪ થી વર્ષ ૨૦૧૯ સુધી ૪૨૫૧૭ મીલીયન યુનીટ વિજળીનું ઉત્પાદન લગભગ ૧૧,૬૦૦ કરોડ રૂ.ની વિજળીનું ઉત્પાદન.

 

 •                    ડેમ ની છેલ્લા ૭૦ વર્ષની તવારીખ

ક્રમ    

વર્ષ

વિગત

૦૧

૧૯૪૬

સેન્ટર વોટર વે ઇરીગેશન અને નેવીગેશન કમિશન દ્રારા નર્મદા બંધ બાંધવા માટે તપાસ શરૂ.

૦૨

૧૯૫૬

હાલના કેવડીયા કોલોની નજીકના ગોરા ગામમાં નર્મદા બંધ બનાવવા પસંદગી

૦૩

૧૯૫૯

બે સ્ટેજમાં નર્મદા બંધ તૈયાર કરવાનો ડ્રાફટ તૈયાર.પ્રથમ સ્ટેજમાં ૧૬૦ ફુટ અને બીજા સ્ટેજમાં ૩૦૦ ફુટ બંધની ઉંચાઇ.       

૦૪

૧૯૬૧

વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ દ્રારા બંધનું ખાતમુર્હુત

૦૫

૧૯૬૮

બંધનુ કામ વિવાદમાં પડતા ગુજરાત સરકારે ભારત સરકારને ૧૯૫૬ના ઇન્ટર સ્ટેટ વોટર ડીસ્પ્યુટ ધારા મુજબ નર્મદા ટ્રીબ્યુનલ રચવાની માંગ કરી.

૦૬

૧૯૬૯

નર્મદા જળવિવાદ પંચ (એનડબ્લ્યુડીટી)ની રચના   

૦૭

૧૯૭૨

ટ્રીબ્યુનલ દ્રારા ગુજરાતને ડાયરેકશન આપવામાં આવ્યુ કે,નર્મદાના વિસ્થાપિતોને ઉકાઇ,સાબરમતી અને હાથમતીના વિસ્થાપિતો જેવુ વળતર આપવામાં આવે.   

૦૮

૧૯૭૨

રાજસ્થાન અને મધયપ્રદેશ સરકારે નર્મદા બંધ સામેનો સ્ટે સુપ્રીમમાંથી ઉઠાવી લીધો,   

૦૯

૧૯૮૭

સરદાર સરોવર ડેમ નર્મદા બંધ બનાવવાની કામગીરી શરૂ થઇ.   

૧૦

૧૯૯૪

મેઘા પાટકરની નર્મદા બચાવો આંદોલન સંસ્થા એ પુન:વસન અને પર્યાવરણ મુદ્દે ડેમ સામે વાંધો લીધો.સંસ્થાએ સુપ્રીમ  કોર્ટમાં પીટીશન કરી.         

૧૧

૧૯૯૯

ડેમની ઉંચાઇ ૮૫ મીટરે પહોંચી

૧૨

૨૦૦૦

ડેમની ઉંચાઇ ૯૦ મીટરે પહોંચી      

૧૩

૨૦૦૨

નર્મદાનું પાણી પ્રથમ વાર કેનાલ મારફતે સૌરાષ્ટ્રની બ્રાંચ કેનાલમાં વહાવવામાં આવ્યા.

૧૪

૨૦૦૨

ડેમની ઉંચાઇ ૯૫ મીટરે પહોંચી

૧૫

૨૦૦૨

વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ નર્મદા વિવાદનો અંત લાવવા સુપ્રીમ કોર્ટે રાજયોને આદેશ આપ્યો.         

૧૬    

૨૦૦૩

ડેમની ઉંચાઇ ૧૦૦ મીટરે પહોંચી.    

૧૭    

૨૦૦૪

ડેમની ઉંચાઇ ૧૧૦.૬૪ મીટરે પહોંચી

૧૮    

૨૦૦૪

બંધના પાવર જનરેશન ની શરૂઆત

૧૯

૨૦૦૬

ડેમની ઉંચાઇ ૧૨૧ મીટરની ઉંચાઇ વધારવાની માંગ સાથે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અમદાવાદ માં ૫૧ કલાકના ઉપવાસ પર બેઠા.  

૨૦

૨૦૦૬

ડેમની ઉંચાઇ ૧૨૧.૯૨ મીટરે પહોંચી.

૨૧    

૨૦૦૮

મુખ્ય નહેરના માધ્યમથી રાજ્સ્થાન પાણી પહોંચ્યુ.  

૨૨

૨૦૧૩

સતત ૮૧ દીવસ સુધી ડેમ ઓવરફલો

૨૩    

૨૦૧૪

૧૨ જુન ૨૦૧૪ ના રોજ નર્મદા કંટ્રોલ ઓથોરીટી એ  ડેમને ૧૩૮.૬૮ મીટરની છેલ્લી ઉંચાઇ સુધી લઇ જવા માટે અને દરવાજા ખુલ્લા રાખવાની શરતે દરવાજા મુકવાની મંજુરી મળી.

૨૪

૨૦૧૬

ડેમનું સીમેન્ટ કોંક્રીટનુ કામકાજ પૂર્ણ

૨૫

૨૦૧૬

નર્મદા એમ ઉપર ૩૦ જેટલા દરવાજા મુકવાનું કમકાજ  શરૂ. ૬૦’ x ૬૦’નાં ૭ દરવાજા અને ૬૦’ x૫૫’નાં ૨૩ દરવાજા મુકવાના કામકાજનો આરંભ.

૨૬ 

૨૦૧૭

દરવાજા બંધ કરાયા અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ૧૭ સપ્ટેમબરે ડેમનું લોકાર્પણ કર્યુ.

૨૭

૨૦૧૯

૧૫ સપ્ટેમ્બરે પાણીની સપાટી ૧૩૮.૬૮ મીટર નોંધાઇ.  

 

 

 

 

    વર્ષ 31 માર્ચ૨૦૧૪-૧૫ સુધીના કેનાલ ના આંકડા નીચે મુજબ છે.

ક્રમ

કેનાલ નો પ્રકાર

લંબાઇ

કુલ બાંધકામ

બાકી બાંધકામ

કેનાલ સીસ્ટમ

     

 

(A)

મુખ્ય કેનાલ

૪૫૮

૪૫૮

૦૦

(B)

બ્રાંચ કેનાલ

૨૭૩૧

૨૬૨૫

૧૦૬

(C)

ડીસ્ટ્રીબ્યુટરી

૪૫૬૯

૪૩૬૬

૨૦૩

(D)

માયનોર

૧૫૬૭૦

૧૪૦૪૦

૧૬૩૦

(E)

સબ-માયનોર

૪૮૩૨૦

૩૯૪૪૮

૮૮૭૨


કુલ


Km

૭૧૭૪૮

૬૦૯૩૭

૧૦૮૧૧

 

 

 

 

સ્ત્રાવ ક્ષેત્ર (પાણીનો જથ્થો) 

ક્રમ

રાજય

ચોરસ કીલોમીટર

૧     

ગુજરાત     

૯૮૯૪

૨     

મધ્યપ્રદેશ

૮૫,૮૫૮

મહારાષ્ટ્ર

૧૬૫૮

કુલ

 

૯૭૪૧૦

કુલ વરસાદ

૧૧૨ સે.મી.

 

 

 

જનરલ

ક્રમ

વિગત

આંકડા

૦૧

ડેમની ઉંચાઇ

૧૩૮.૬૮ મીટર

૦૨

પાયાથી ડેમની ઉંચાઇ

૧૬૩.૬૮ મીટર

૦૩

ડેમની લંબાઇ

૧૨૧૦ મીટર (૧.૨૧ કિ.મી. )

૦૪

પહોળાઇ

૯.૭ મીટર

૦૫

પાણીની કુલ સંગ્રહ ક્ષમતા

૪.૭૫ મીલીયન એકર ફુટ

૦૬

જળાશય ની લંબાઇ

૨૧૪ કિ.મી.

૦૭

જળાશયની પહોળાઇ

સરેરાશ ૧.૭૭ કિ.મી.      

૦૮

ઓવરફ્લો વખતે પાણી ની છ્લતી ની ક્ષમતા

૮૭,૦૦૦ ઘનમીટર પ્રતી સેકન્ડ

૦૯

વિજ ઉત્પાદન ક્ષમતા

રીવરબેડ પાવરહાઉસ – ૧૨૦૦ મેગાવોટ

કેનાલ હેડ પાવરહાઉસ – ૨૫૦ મેગાવોટ

કુલ – ૧૪૫૦ મેગાવોટ

૧૦

કેનાલ કુલ લંબાઇ  

૭૪૬૨૬ કિ.મી.

 

 

 

 

 

રાજ્યઓને થનાર પાણીનો અને વિજળીનો લાભ

ક્રમ

રાજય

થનાર લાભ

પાણી

વિજળી

૦૧   

ગુજરાત

૩૨.૧૪ %

૧૬ %

૦૨   

રાજસ્થાન 

૧.૭૯ %

૦૦

૦૩   

મધ્યપ્રદેશ

૬૫.૧૮ %

૫૭ %

૦૪

મહારાષ્ટ્ર

૦.૮૯ %

૨૭ %