મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હી : સોશિયલ મીડિયા પર પ્રાણીઓની અજીબોગરીબ અને રમૂજી વીડિયો વારંવાર વાયરલ થાય છે. જેને જોઈને આપણે પણ ખૂબ આનંદ માણીએ છીએ અને કેટલીકવાર આવા વીડિયો જોઇને આપણે પણ આશ્ચર્યચકિત થઈ જઇએ છીએ. પ્રાણીઓની ઘણા સુંદર વિડિઓઝ પણ વાયરલ થાય  છે, જે આપણા દિલ જીતી લે છે. આવો જ એક વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે, જે તમારા હૃદયને ખુશ કરશે. આ વીડિયોમાં એક હિપ્પો ખૂબ જ ગજબ અંદાજમાં તરબૂચ કાપીતો દેખાય છે . લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

ટ્વિટર પર આ વીડિયો San Antonio Zoo દ્વારા તેના ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. વિડિઓમાં તમે જોઈ શકો છો કે એક માણસ હિપ્પોના મોંમાં એક મોટું તરબૂચ મૂકે છે. હિપ્પો તેના મોંમાં  તરબૂચ લઇને પાછો હટી જાય છે અને પછી તે ગજબ અંદાજમાં તરબૂચના બે ટુકડા કરી નાખે છે . આ પછી, બે હિપ્પોઝ મળીને આનંદ સાથે તરબૂચ ખાવાનું શરૂ કરે છે.

Advertisement


 

 

 

 

 

આ વિડિઓમાં, લોકોને હિપ્પો તરબૂચ તોડવાનો અંદાજ ખુબ પસંદ આવી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળતા આ હિપ્પોનું નામ ટિમોથી છે. આ પહેલી વાર નથી જ્યારે ટિમોથી નો કોઈ વીડિયો વાયરલ થયો હોય. આ પહેલા પણ, ટિમોથીના ઘણા વીડિયો સામે આવ્યા છે. તાજેતરમાં જ તે ટેક્સન ઝૂમાં ડોલ્ફિન્સની જેમ પરફોર્મ કરવાને લઈને ચર્ચામાં હતો.