મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ આ ચાર હિન્દુજા ભાઈઓના સહી કરેલા એક પત્રને લઈને ભાઈઓમાં જંગ ચાલી રહી છે. પત્રને હિન્દુજા પરિવારની 11.2 અબજ ડોલર એટલે કે અંદાજે 83,000 કરોડ રૂપિયાની સંપત્તિને લઈને વિવાદ ઊભો થયો છે. 2014નો આ પત્ર કહે છે કે એક ભાઈની પાસે જે પણ મિલકત છે તે બધાની છે. પણ 84 વર્ષના શ્રિચંદ હિંદુજા અને તેમની દીકરી વિનૂ ઈચ્છે છે કે આ પત્રને બેકાર જાહેર કરી દેવો જોઈએ.

આ મામલો મંગળવારે લંડનના એક કોર્ટમાં સુનાવણી બાદ સામે આવ્યો છે. જેમાં જજએ કહ્યું કે બાકી ત્રણ ભાઈ ગોપીચંદ, પ્રકાશ અને અશોકે લેટરનો ઉપયોગ હિંદુજા બેન્ક પર પોતાનો કંટ્રોલ સ્થાપિત કરવા માટે કર્યો છે, જ્યારે તેના પર શ્રીચંદ હિંદુજાનો પુરો હક છે. જજે કહ્યું કે શ્રીચંદ અને વિનૂ ઈચ્છે છે કે કોર્ટો એ નિર્ણય સંભળાવે કે તે લેટર કાયદેસર રીતે અસરકારક ન થાય અને તેને વારસા તરીકે ઉપયોગમાં ન લેવાઈ શકે.

સિદ્ધાંતોને બચાવવાનો પ્રયત્નો

એક નિવેદનમાં ત્રણે ભાઈઓએ કહ્યું કે આ મામલામાં આગળની સુનાવણી થવી તે પરિવારના સિદ્ધાંતો વિરુદ્ધ  જશે. જો દાયદાઓ સુધી એ જ રહ્યા છે બધું દરેકનું છે અને કાંઈ પણ કોઈ એકનું નથી. ત્રણે ભાઈઓએ એક ઈમેઈલમાં કહ્યું હતું કે અમે પોતાના પરિવારની આ વેલ્યૂને બચાવવા જઈ રહ્યા છીએ.

જો દાવાની મંજૂરી મળી ગઈ તો શું?

જો ત્રણેય ભાઈઓના દાવાને સ્વીકારવામાં આવશે તો શ્રીચંદના નામે બધી સંપત્તિ તેની પુત્રી અને બાકીના પરિવાર પાસે જશે. તેમાં હિન્દુજા બેંકની સંપૂર્ણ શેરહોલ્ડિંગ શામેલ છે. ન્યાયાધીશે એમ પણ કહ્યું હતું કે શ્રીચંદ પાસે વકીલોને આદેશ આપવાની શક્તિ નથી અને તેમની જગ્યાએ તેમની પુત્રી વિનુની નિમણૂંક કરી છે.

40 દેશોમાં હિન્દુજાનો બિઝનેસ ફેલાયેલો છે

હિન્દુજા પરિવાર વિશ્વના સૌથી ધનિક લોકોમાંનો એક છે. તેમનો ધંધો 100 થી વધુ વર્ષોથી ચાલી રહ્યો છે. હિંદુજા ગ્રૂપના નાણા, મીડિયા અને આરોગ્ય સંભાળના વ્યવસાયમાં 40 થી વધુ દેશોમાં વ્યવસાય છે. બ્લૂમબર્ગ અબજોપતિ સૂચકાંક અનુસાર હિન્દુજા પરિવારની કુલ સંપત્તિ લગભગ 83 હજાર કરોડ છે.

(સહાભારઃ ઈકોનોમિક ટાઈમ્સ)