મેરાન્યૂઝ નેટવર્ક.હિંમતનગરઃ દુનિયાભરમાં ઝડપથી પ્રસરી રહેલા કોરોના વાયરસે ભારતમાં પણ તેનો કહેર મચાવી રહ્યો છે. ભારતમાં કોરોના વાયરસમાં ૨૮ લોકો સપડાઈ ચુક્યા છે સદનસીબે કોરોના વાઈરસથી હજુ સુધી દેશમાં કોઈ મોત નીપજ્યું નથી. કોરોના વાઈરસના ભયથી લોકો રીતસરની બેચેની અનુભવી રહ્યા છે. મેડિકલ સ્ટોર્સમાં માસ્ક અને સેનેટઇઝરની ભારે માંગ થવાથી જથ્થાની ઉણપ વર્તાઈ રહી છે કારણકે લોકો ઝડપથી તેને ખરીદવા માટે દોડી રહ્યા છે અને ભાવોમાં પણ કોઈ કોઈ સ્થાનો પર વધારો જોવા મળ્યો છે. હિંમતનગરની સિંગાપુરથી આવેલી યુવતી અને પાલનપુરમાં ઈરાનથી આવેલ યુવકને શંકાસ્પદ કોરોના વાઈરસ બે શંકાસ્પદ કેસો સામે આવતા આરોગ્યતંત્રમાં ભારે દોડધામ મચી છે.

ઉત્તર ગુજરાતમાં કોરોના વાઈરસના બે શંકાસ્પદ કેસો સામે આવ્યા હતા. પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ઈરાનથી આવેલા ઈસમને આઈસોલેશન વોર્ડમાં દાખલ કરાયો છે. જ્યારે હિંમતનગર સિવિલમાં સિંગાપોરથી આવેલી યુવતીને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવી છે.સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ૨૫ વર્ષીય યુવતીને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવી છે. તે સિંગાપોરથી ભારત આવ્યા બાદ કોરોના વાઈરસના શંકાસ્પદ લક્ષણો દેખા દેતા તેના લોહીના નમૂના પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા હોવાની માહિતી આરોગ્ય વિભાગના સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઇ હતી.

અત્યાર સુધી સાબરકાંઠા જીલ્લામાં 6 શંકાસ્પદ દર્દીઓને સારવાર આપવામાં આવી હોવાની સાથે તમામ શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

મોડાસાના જાણીતા ENT તબીબ ર્ડો.જીતેન્દ્ર પટેલના જણાવ્યા અનુસાર 

કોરોના વાઈરસથી ગભરાવવાની જરૂર નથી કોરોના વાઈરસ  કરતા અકસ્માત અને વ્યસનના ખપ્પરમાં લોકો વધુ હોમાઈ રહ્યા છે વ્યસની લોકો અને જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેમને કોરોના વાઈરસની અસર ઝડપથી થઈ શકે છે દમ, શ્વાસ અને ગંભીર બીમારી ધરાવતા લોકોને સાવધાની વર્તવાની જરૂર છે લોક સમૂહમાં જવાનું ટાળવું જોઈએ અને શરદી, ખાંસી સાથે તાવના લક્ષણો ધરાવતા દર્દીઓએ મોઢા પર રૂમાલ કે માસ્ક પહેરી રાખવું હિતાવહ છે અને સમયસર સારવાર લેવી જોઈએ ગરમ-હૂંફાળું પાણી પીવાથી પણ કોરોના વાઈરસની અસરથી બચી શકાય છે.