મેરાન્યૂઝ નેટવર્ક.હિંમતનગર:કિન્નર સમુદાય ના લોકો નું જીવન બહુ જ સંઘર્ષ ભરેલ હોય છે અને આ સમુદાય ના લોકો ને સામાન્ય લોકો દ્વારા સારી નજર થી નથી દેખવામાં આવતી. આપણા સમાજ માં કિન્નર સમુદાય ના લોકો ને અન્ય લોકો ની જેમ સમાન પદ પણ નથી મળતું અને આ પોતાનું જીવનયાપન કરવા માટે લોકો થી પૈસા માંગવા નું કાર્ય કરે છે. કિન્નરો નું જીવન નો સંઘર્ષ જન્મ લેવાની સાથે જ શરુ થઇ જાય છે અને મરતા દમ સુધી રહે છે.ત્યારે સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર ગિરધરનગરમાં રહેતો સુમિતમાં શારીરિક ફેરફાર થતા કિન્નર જેવા લક્ષણથી તેની માતાએ કીન્નર સમુદાયના અગ્રણી સોનલ દે ને મળી આપવીતી જણાવતા અને કિન્નર સમુદાયમાં અપનાવવા રજુઆત કરતા કિન્નર બનાવની વિધી યોજાઈ હતી જેમાં સુમિતને દુલ્હનની જેમ શણગારી ધામધૂમથી કિન્નર સમુદાયમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.

હિંમતનગરના ગિરધરનગર માં રહેતા સુમિતના ઘરે આજે અનોખો પ્રસંગ ઉજવાયો હતો જેમાં સુમિતને કિન્નર સમુદાયમાં પ્રવેશ આપતાં સમયે દુલ્હનની જેમ પીઠી ચોળાઈ હતી સાથે ગવાઈ રહ્યા છે. મંગલ ગીતો ગવાતા લગ્નપ્રસંગ ચાલી રહ્યો હોય તેવી જ વિધિ યોજાઈ હતી અને આખરે સુમિત સુસ્મિતા બની બની ગયો હતો અને તેને લેવા માટે વાજતે ગાજતે હિમતનગરનો કિન્નર સમાજ તેના ઘરે પહોંચ્યો હતો અને સમગ્ર વિધિ પૂર્ણ થતા સુમિત પરિવારને વિદાય આપી કિન્નર સમુદાયને પરિવાર તરીકે સ્વીકારી લીધો હતો. સુમિત અત્યાર સુધી પુરુષના વેશે રહેતો તે આજે સુસ્મિતા બની સોળે શણગાર સજી ઘરેથી વિદાય થયો હતો. કિન્નર સમાજનો સભ્ય બનેલા સુમિતને વિદાય આપવા માટે તેના પરિવારજનો જ નહિ પણ આખું ગિરધરનગર ઉમટ્યુ હતું  અને પરિવારજનોએ દિકરીને વિદાય આપતા હોય તેવા ભારે હૈયે અને આંખમાં આંસુ સાથે સુમિતને ઘરેથી વિદાય આપી હતી. 

હિંમતનગરના કિન્નર અગ્રણી સોનલ દેના જણાવ્યા અનુસાર  

સુમિતના વર્તનમાં છેલ્લા ઘણા સમયથી બદલાવ આવેલો...અને આ બદલાવ બાદ કિન્નરના લક્ષણ દેખાતા સુમિતના માતા જ તેને કિન્નર સમાજ અપનાવે તે માટે કિન્નર સોનલ દે ના ઘરે આવ્યા હતા અને કિન્નર સમુદાયમાં અપનાવવા જણાવતા આજે અમે કિન્નર સમુદાય સાથે સુમિતના ઘરે આવ્યા હતા અને અમારા સમુદાયમાં  સુમિતને સહર્ષ આવકાર્યો હતો અને તેના ઘરે જઈને લગ્ન પ્રસંગની  જેમ તેના આગમનના ઉત્સવને વધાવ્યો હતો. 

સુમિતના ભાભી સરોજબેનના જણાવ્યા અનુસાર

સુમિત અત્યાર સુધી પુરુષના વેશે રહેતો તે આજે સુસ્મિતા બની સોળે શણગાર સજી ઘરેથી વિદાય થયો હતો. તો તેને વિદાય આપવા માટે તેના પરિવારજનો જ નહિ પણ આખું ગિરધરનગર ઉમટેલું....હવે આ સુમિત કિન્નર સમાજનો સભ્ય બની ગયો અને સુસ્મિતા માસી નામ હવે આજીવન તેની ઓળખ બની ગયું.