મેરાન્યૂઝ નેટવર્ક.સાબરકાંઠાઃ એક તરફ બજારમાં રેમડેસીવીર ઇન્જેક્શનની અછત છે. ત્યારે આવા સમયે કેટલાક લોકો ૨૫૦૦૦ માં ઇન્જેક્શન વેચી રહ્યા છે. સાબરકાંઠા એલ.સી.બી પોલીસે આવા બે નંબરી કરનારા ચાર લોકોને ત્રણ ઇન્જેક્શન સાથે ઝડપી પાડ્યા છે.

બેશરમ થઇને બેસી રહેલા આ લોકો છે રેમડેસીવીર ઇન્જેક્શનનાં કાળા બજારિયા, બજારમાં એક તરફ રેમડેસીવીર ઇન્જેક્શનની અછત છે. ત્યારે બીજી તરફ આવા માહોલમાં આ લોકો કમાઈ લેવા માટે મેદાનમાં આવી ગયા છે અને જરૂરિયાતમંદોને ૨૫૦૦૦ જેટલી ઊંચી કિંમતે ઊંચા ભાવે રેમડેસીવીર ઇન્જેક્શન વેચી રહ્યા છે.

જો કે સાબરકાંઠા એલ.સી.બી પોલીસે શહેરના સહકારી જીના વિસ્તારમાંથી ૩ ઇન્જેક્શન સાથે આ ચાર લોકોને ઝડપી પાડ્યા છે. સહકારી જીન વિસ્તારમાંથી ઝડપાયેલા આ ચાર લોકો અમદાવાદથી કોઈ સચિન નામના ઈસમ પાસેથી ઇન્જેક્શન લાવતા હોવાનું સ્વીકાર્યું હતું. પોલીસની તપાસમાં આ ઇન્જેક્શન ઓરીજીનલ હોવાનું ખુલ્યું હતું. ત્યારે આ ઇન્જેક્શન જરૂરીયાત મંદોને ૨૫૦૦૦ માં અપાતા હોવાનું બહાર આવ્યું હતું.. ત્યારે પોલીસે અલગ અલગ કલમો હેઠળ આ લોકો સામે ગુનો દાખલ કર્યો હતો.

ગઈ કાલે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે પણ હિંમતનગરની એક ખાનગી હોસ્પિટલમાંથી ડુપ્લીકેટ ઇન્જેક્શન વેચતા ઈસમને ઝડપી પાડ્યો હતો. ત્યાં આ બીજા ચાર શખ્સોને એલ.સી.બી પોલીસે ઝડપી પાડ્યા  છે. ત્યારે હજુ આ કાળા બજારીમાં વધુ નામ ખુલે તેવીન શક્યતાઓ હાલ જોવાઈ રહી છે.

આરોપીના નામ  

ઉત્તમ જયંતીભાઈ સોલંકી

દિનેશ જીવાભાઈ વણકર

પીયુષ અંબાલાલ પટેલ

કમલેશ ધર્માભાઇ રાઠોડ