મેરાન્યૂઝ નેટવર્ક.હિંમતનગરઃ સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર માર્કેટયાર્ડ ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો ટેક્ટર લઈ ઉમટી પડતા દોઢ દોઢ કિમીની લાંબી કતારો લાગી હતી. વધુ ભાવ મળતા ખેડૂતોમાં ખુશી પણ જોવા મળી હતી. તો બીજી તરફ વરસાદમાં પલડી જવાના કારણે નુકશાનથી કેટલાક નાખુશ પણ છે.

સાબરકાંઠા જીલ્લામાં આ વખતે મગફળીનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું હતું અને હાલ ખેડૂતો મગફળી કાઠીને માર્કેટમાં લઈને આવી રહ્યા છે. ત્યારે આજે હિંમતનગર માર્કેટયાર્ડ ખાતે આજે મગફળીના ખેડૂતો ઉભરાયા હતા. માર્કેટયાર્ડના આસપાસ દોઢ દોઢ કીમી સુધીની લાંબી કતારો લાગી હતી. તો મોટી સંખ્યામાં ખેડૂતો પણ માર્કેટયાર્ડ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. એક બાજુ વરસાદી કહેરથી ઉત્પાદન તો ખેડૂતોને ઘટ્યું જ છે, પરંતુ હાલ ભાવ સારા મળી રહેતા ખેડુતોમાં એકંદરે ખુશી જોવા મળી હતી.

એક ખેડૂત પ્રહલાદભાઈ પટેલ કહે છે કે વરસાદથી ખેડૂતોને નુકશાન તો છે ઉત્દન પણ ઓછુ મળી રહ્યુ છે ભાવ 1500 સુધી મળી રહ્યા છે જેથી ખેડુતોને ખુશી તો છે જ પરંતુ ઉત્પાદન ઓછું મળતા થોડી નિરાશા પણ છે.

ગત સાલની સરખામણીમાં આ વર્ષે ખેડૂતોને મગફળીના ભાવ પણ વધુ મળ્યા છે જેનાથી ખેડૂતોની દિવાળી સુધરી શકે તેમ છે પરંતુ ઉત્પાદન ઓછુ થતા ખેડૂતોને નુકશાન પણ જોવા મળ્યું છે. કુદરત રુઠી એટલે પાછોતરો વરસાદ થયો અને એમાં એનેક ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકશાન જોવા મળ્યું તો જે ઉત્પાદન મળવુ જોઈએ એક પણ ઘટી ગયું છે. આજે સરેસાર 1200 થી લઈને 1500 સુધીના ભાવ પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે તો ગઈ કાલે 1630 થી પણ વધુ ભાવ મગફળીના મળ્યા હતા. હજુ ખેડૂતોની આશા છે કે 1800 સુધી ભાવ મળે તો ખેડૂતોને સરભર થઈ સકે તેમ છે.

રામપુરના ખેડૂત જીતુભાઈ પટેલનું કહેવું છે કે, ખેડૂતોની મગફળી ખેતરમાંથી નિકળી રહી છે માર્કેટમાં આવી રહી છે પરંતુ વરસાદના કારમે નુકશાન પણ જઈ રહ્યુ છે જો ભાવ વધુ મળે તો દિવાળી સુધરી શકે તેમ છે. હાલ તો ખેડૂતો માટે કહી ખુશી કહી ગમ જેવી પરિસ્થિતી ઉભી થઈ છે. ભાવ વધુ મળતા ખુશી થઈ છે પરંતુ જે મગફળી વરસાદથી બગ઼ડી ગઈ છે અને ઉત્પાદન ઓછું મળ્યું છે તેવા ખેડ઼ૂતો હાલ તો દુખી છે, પરંતુ ભાવ વધુ મળતા ખેડૂતોની દિવાળી સુધરી જશે તેમાં નવાઈ નહીં.