મેરાન્યૂઝ નેટવર્ક.હિમ્મતનગરઃ સાબરકાંઠા જીલ્લા કલેક્ટરે ગુરુવારે પબજી અને મોમો ચેલેન્જ ગેમના કારણે બાળકો અને યુવાનોમાં હિસંક પ્રમાણ વધવાની સાથે અભ્યાસ પર ઘેરી અસર પડતા પબજી અને મોમો ચેલેન્જ ગેમ રમવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું હતું જાહેરનામાના ૨૪ કલાકના સમયગાળાની અંદર હિંમતનગર બી ડિવિઝન પોલીસે હિંમતનગર પોલીટેકનીક કોલેજ નજીક હોસ્ટેલમાં રહેતા ૭ વિદ્યાર્થીઓને મોબાઈલમાં ગેમ રમતા ઝડપી પાડી ૭ મોબાઈલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી પોલીસની કામગીરીથી છાનીછૂપે ઓનલાઈન પબજી અને મોમો ચેલેન્જ રમતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.

હિંમતનગર મોતીપુરા વિસ્તાર નજીક આવેલી ડિપ્લોમા પોલિટિકલ કોલેજ નજીક આવેલી હોસ્ટેલમાં કેટલાક વિદ્યાર્થીઓ પબજી અને મોમો ચેલેન્જ જેવી ગેમની લત લાગી હોવાની અને ઓનલાઈન ગેમ રમતા હોવાની બાતમી મળતા હિંમતનગર બી-ડિવિઝન પોલીસે ત્રાટકી પબજી ગેમ રમતા ૭ વિદ્યાર્થીઓને મોબાઈલ સાથે ઝડપી પાડતા હોસ્ટેલમાં રહેતા અન્ય વિદ્યાર્થીઓ પણ ચોકી ઉઠ્યા હતા પોલીસે ઝડપેલ ૭ વિદ્યાર્થીઓ માંથી ૫ વિદ્યાર્થીઓ સગીર વયના હોવાનું પોલીસતંત્રના સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ હતી તમામ ૭ વિદ્યાર્થીઓ સામે જીલ્લા કલેક્ટરના જાહેરનામાના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

હિંમતનગર પોલીસે પબજી અને મોમો ચેલેન્જ ગેમ રમતા ૭ લોકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હોવાની વાત વાયુ વેગે પ્રસરતા પબજી અને મોમો ઓનલાઈન ગેમ રમતા બાળકો અને વિદ્યાર્થીઓ,યુવાનોએ મોબાઈલ માંથી બંને ગેમ ડિલેટ કરી દીધી હતી