મેરાન્યૂઝ નેટવર્ક.સાંબરકાંઠાઃ કોરોના મહામારી માટે ઓક્સિજન ખૂબ મહત્વનું પરિબળ છે. જોકે ગતરોજ સાબરકાંઠાના હિંમતનગરની સિમ્સ હોસ્પિટલમાં અચાનક ઓક્સિજન પૂરો થઇ જતાં તમામ દર્દીઓ માટે જીવન મરણનો સવાલ સર્જાયો હતો જોકે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે તમામ દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ટ્રાન્સફર કર્યા હતા હાલમાં પરિસ્થિતિ કાબૂમાં છે.

સર્વે સંતુ સુખીના,સર્વે સંતુ નિરમયાની વાતો વચ્ચે કોરોના કાળ માં આરોગ્ય લક્ષી સેવાઓમાં તંત્ર ઉણું ઉતરી રહ્યું છે. હિંમતનગરમાં આવેલ સિમ્સ હોસ્પિટલમાં ઓક્સિજન ખુટવાને લઈ દર્દીઓ ને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલમાં ચાલી રહેલ  કોરોના કાર માં સ્થાનિકો પરેશાની નો સામનો કરી રહ્યા છે તો બીજી તરફ કોરોના સંક્રમિત દર્દીઓ સારવાર માટે આમ તેમ ભટકી રહ્યા છે ત્યારે હિંમતનગરમાં કોરોના સારવાર કરતી હોસ્પિટલમાં ઓક્સીઝન નો જથ્થો ખૂટવાને લઈ દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.હિંમતનગર સ્થિત સિમ્સ હોસ્પિટલમાં ઓક્સિજનનો ખૂટતા છ દર્દીઓ ને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા સબ સલામત ના દાવાઓ પોકાળતા તંત્રની પોલ ખુલતા આખરે આરોગ્ય વિભાગની ટિમ સિમ્સ હોસ્પિટલમાં પહોંચી હતી આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી તો બીજી તરફ ઓક્સીજન સપ્લાયર્સને પણ તાકીદે ઓક્સીજન પૂરો પાડવા તંત્ર એ નોટિસ ફટકારી છે. જોકે સામાન્ય સંજોગોમાં સારવારના નામે લાખો રૂપિયાના bill ઉપર આવનારી સિમ્સ હોસ્પિટલ આજે સુવિધાના નામે મીંડું સાબિત થતા દર્દીઓ સહિત પરિવારજનોમાં ભારે રોષ વ્યાપ્યો છે ત્યારે આગામી સમયમાં મે વહીવટી તંત્ર દ્વારા નક્કર પગલાં લેવાય તેવી માંગ કરાઇ છે જોકે આ મામલે આગામી સમયમાં અને કેટલા લેવા છે એ તો સમય બતાવશે..