મેરાન્યૂઝ નેટવર્ક.હિંમતનગર: સમગ્ર દેશની સૌથી મોટી જ્યોત ની આજે સાબરકાંઠા ના હિંમતનગર નજીક આવેલા બેરણા ધામ ધામ માં શરૂ કરાઈ છે. જે અંતર્ગત આજે શિવરાત્રી નિમિત્તે ૪૦૦ કિલો ઘી સહિત ૨૫ કિલો કપાસ ની જ્યોત જલાવી મહાદેવ પાસે કોરોના મહામારી દૂર થાય તે માટે પ્રાર્થના કરાઇ હતી. જોકે કોરોના મહામારી ને પગલે રાજસ્થાન મહારાષ્ટ્ર તેમજ ગુજરાતના તમામ વિસ્તારોમાંથી આવનારા ભક્તજનો માટે આ વર્ષે મેળાનું આયોજન મુલતવી રખાયું હતું...

હિંમતનગરના બેરણા ધામમાં 1008 શિવલિંગ અને 51ફુટ ઉચી ભગવાન શિવની પ્રતિમાં બનાવવામાં આવી છે જેમાં આજે સમગ્ર દેશની સૌથી મોટી જ્યોત પ્રગટાવવામાં આવી હતી. જોકે આ જ્યોત સતત છેલ્લાં 20 વર્ષથી સતત જ્યોત પ્રગટાવવા મા આવે છે જેમાં 25 કિલો કપાસ અને  20 મણ ઘી થી વિશ્વ શાંતિ માટે જ્યોત પ્રગટાવવા મા આવે છે. જોકે આ વર્ષે કોરોના મહામારી ને પગલે શિવરાત્રીના દિવસે અચુક ભરાતો મેળો મોકૂફ રાખવામાં આવ્યો છે ત્યારે રાજસ્થાન સહીત મહારાષ્ટ્ર થી મોટી સંખ્યામાં ભકતો દર વર્ષે શિવરાત્રી નિમિત્તે બેરણા ધામ ના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આજના દિવસે ભોલાનાથ ને રીજવવામાં ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટે છે સાબરકાંઠાનુ બેરણા ઘામ માં તમામ દેવના મંદિરો અહિ આવેલા છે અને ભક્તો અહિ મોટી સંખ્યામાં દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે. આજના દિવસે શિવજીનો જન્મ થયો હતો જેથી આજના દિવસે તમામ શિવ મંદિરોમાં ભોળાનાથની પુજા અર્ચના કરવામાં આવે છે તો આજે શિવરાત્રીના તહેવારને લઈ ભક્તોમાં આનંદ જોવા મળ્યો છે... ભગવાનની શિવજીની આરાધના કરી તેમની અનન્ય કૃપા પ્રાપ્ત કરવાનો ઉત્તમ દિવસ આજે મહા શિવરાત્રી કહેવાય છે... બેરણા ખાતે અનોખી રીતે શિવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે અને એની ઓળખ છે આ જ્યોત જી હા સવા મણ રૂ અને 400 કિલો ઘી થી બનાવેલ છે મહાજ્યોત છે અને આજે આ જ્યોત કોરોના મહામારી દૂર કરી વિશ્ર્વ શાંતિ માંટે પ્રજલીત કરવામા આવી છે...


 

 

 

 

 

બેરણા ધામમાં સવા મણ રૂ થી મહાજ્યોત બનાવીને તેના પર 400 કિલો ઘીનો અભિષેક કરવામાં આવે છે અને ત્યારે બાદ વિશ્ર્વ શાંતિ માટે અહિ આ જ્યોત પ્રજલિત કરાય છે. જેના દર્શન કરવા માટે દુર દુરથી ભક્તો અહિ દર્શનાથી ઉમટે છે તો સામે ભક્તો આ મહા જ્યોત પર ધીનો અભિષેક પણ કરે છે અને ધન્યતા અનુભવે છે... આ મહા જ્યોત પ્રજલિત કરવાનો મુખ્ય હતુ માત્ર એક જ છે કે સમગ્ર વિશ્ર્વમાં કોરોના મહામારી દૂર કરી વૈશ્વિક શાંતિ સ્થપાય  તે માટે પ્રજ્વલિત કરાઇ છે.આમ તો આજેના દિવસો ભક્તો ભોળા શંભુના દર્શન કરવા માટે અનેક શિવાલયોમાં ઉમટી પડે છે તો આ બેરણા ધામમાં આવેલ 50 ફુંટ ઉંચી શિવજીની પ્રતિમાંના આગળ આ મહાજ્યોતના દર્શન કરીને ધન્યતા અનુભવે છે તો અહિ આવીને ભક્તોને શાંતિની અનુભુતિ પણ થાય છે... પરંતુ કોરોનાને લઈને આ વર્ષે અહિ મહામેળો બંધ રાખેલ છે જેથી છુટાછવાયા ભક્તો અહિ આવે છે...

માત્ર શિવરાત્રીના દિવસે જ નહિ પરંતુ વર્ષના ત્રણ સો પાંસઠ દિવસ અહિ ભક્તોનો મેળાવળો જોવા મળે છે તો અહિ મહામેળો પણ યોજાય છે. પરંતુ કોરોનાને લઈને મેળો બંધ રાખ્યો છે છતા પણ છુટાછવાયા ભક્તો અહિ આવીને શિવજીની મહા પ્રતિમા અને જ્યોતના દર્શન કરીને ધન્યતાનો અનુભવ કરે છે.