મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસા : પોલીસમાં માનવતાની લાગણી નથી હોતી એવો આક્ષેપ અવારનવાર કરવામાં આવતો હોય છે ખાખી વરદી પહેરેલા પોલીસની ઇમેજ સામાન્ય રીતે કડક હોય છે. જોકે ખાખી વરદીની પાછળ માનવતાવાળો ચહેરો પણ છુપાયેલો હોય છે એવા અનેક અનુભવ જરૂરિયાતમંદ વાળા લોકોએ અનુભવ્યા છે. દેશ હાલ કોરોના સંક્રમણના ભયાનક સંકટમાંથી પસાર થઇ રહ્યો છે ત્યારે એક તરફ કેટલાક સારા અને સાચા સ્વયંમ સેવક જોવા મળી રહ્યા છે. બીજીબાજુ કોરોના મહામારીમાં ઇંજેક્શન થી લઇ ઓક્સીજન સુધી કાળા બજારી કરી લખલૂંટ ચલાવી રહેલા નરકાસૂરોનો ટોટો નથી ત્યારે હિંમતનગરના પોલીસકર્મી નરેન્દ્રસિંહ પરમારે તેમની માતા કોરોનામાં ગુમાવતા માતાને સાચી શ્રદ્ધાંજલી આપવા જરૂરિયાતમંદ કોરન્ટાઇન પરિવારોને ઘરે ઘરે નિઃશુલ્ક રાશન કીટનું વીતરણ કરી અનેક પરિવારો માટે શ્રવણ સાબીત થઈ રહ્યા છે 
      
હિંમતનગરમાં રહેતા નરેન્દ્રસિંહ પરમાર નામના પોલીસ કર્મીએ પોતાની સ્વર્ગસ્થ માતાના કોરોનાથી થયેલા અવસાન બાદ માતાની યાદમાં એક અનોખો સેવા યજ્ઞ શરુ કર્યો છે.નરેન્દ્રસિંહનાં માતા જશીબાનું એક મહિના પહેલા અવસાન થયેલું.ત્યારે માતાની યાદમાં તેમણે જશીબા સેવા ટ્રસ્ટ ઉભું કર્યું છે અને જીલ્લાના જરૂરિયાત મંદોને આ ટ્રસ્ટ હેઠળ અનાજ સહીતની કીટોનું વિતરણ કાર્ય તેમણે શરુ કર્યું છે.


 

 

 

 

 

ખાસ કરીને જે પરિવારોમાં કોરોના પોઝીટીવ કેસ આવ્યા હોય અને પૂરું પરિવાર કોરન્તાઇન હોય તેવા પરિવારોના ઘરે તેઓ અચૂક અનાજ અને કરિયાણાની કીટો પહોચાડી રહ્યા છે, ત્યારે તેઓએ પોતે તો પોતાની માતાને કોરોનામાં ગુમાવ્યા છે...પણ બીજા કોઈ લોકોના માથેથી માતા-પિતાની છત્ર છાયા જતી ના રહે એ માટે તેઓ જશીબા ટ્રસ્ટ હેઠળ મિત્રો સાથે લોકસેવાની પ્રવૃત્તિ શરુ કરી છે...સાથે સાથે જો કોઈ દર્દીને ઓક્સીજનની બોટલ કે અન્ય કોઈ મદદની જરૂર હોય તો તેના માટે પણ નરેન્દ્રસિંહ અને તેમના મિત્રો બનતી મદદ કરી રહ્યા છે..ભલેને તે દર્દી કોઈ પણ કોમ કે ધર્મનો હોય.જ્ઞાતિ જાતિના વાડાથી પર થઈને તેમણે શરુ કરેલી આ સેવા ભાવના એ સાચા અર્થમાં તેમના માતાને શ્રદ્ધાંજલિ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.