મેરાન્યૂઝ નેટવર્ક.હિંમતનગરઃ હિંમતનગરના એક ગામમાં શિક્ષકે પોતાની સુજબુજ અને આવડતથી એક મહર્ષિ ચરક ઋષિ ઔષધિય વન નિર્માણ કર્યું છે. કમાલપુર પ્રા. શાળાના શિક્ષકે ગત વર્ષે લોકડાઉનમાં ઔષધીય વન બનાવ્યું હતું. હવે વનસ્પતિની આ ઔષધીઓમાંથી તેના ગુણ પ્રમાણે લોકો વિવિધ રોગો સામે રક્ષણ મેળવવા ઉપયોગ કરે છે. કોરોનાની ગંભીર સ્થિતિ દરમિયાન સામાન્ય બિમારીઓ પણ લોકોને ગભરાવી દે છે તેવા સમયે ગ્રામજનો માટે આ ઔષધિય વન ઉજાસ લઈને આવ્યું છે.

ઇડરની કમાલપુર પ્રા. શાળાના શિક્ષકે લોકડાઉનો સદઉપયોગ કરી શાળામાં એક ઔષધિય બાગ બનાવી તેમાં સતાવરી, નાગરમોથ, સર્પગંધા, લેમનગ્રાસ, દમવેલ વગેરે જેવી ઔષધિઓનું વાવેતર કરી મહર્ષિ ચરક ઋષિ ઔષધિય વન નિર્માણ કરતાં કોરોના જીવલેણ મહામારીમાં સૌ કોઈ દવા માટે વલખાં મારે છે ત્યારે આ બગીચામાંથી કમાલપુરના ગ્રામજનોને ઉપયોગી ઔષધિઓ ઘર આંગણે જ મળી રહી છે.

બાગમાં વિવિધ ઔષધિઓ વાવી છે.

કમાલપુર પ્રા.શાળાના ગણિત-વિજ્ઞાનના શિક્ષક જ્યેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું કે ગત વર્ષે લોકડાઉનમાં શાળામાં ઔષધીય બાગનું નિર્માણ કરવાનો વિચાર આવતાં એપ્રિલમાં બગીચા માટે અનુકૂળ કાળી માટી અને ગાયના છાણીયું ખાતર લાવી તથા ડ્રિપ ઇરીગેશન કરી કામગીરીની શરૂઆત કરી હતી. ત્યારબાદ ઔષધિઓ માર્ગદર્શન માટે વિજયનગરના આંતરસૂબાની નર્સરીમાં જતાં બચુભાઈ નામના કર્મચારીના માર્ગદર્શન હેઠળ ઔષધી વનસ્પતિઓની જાણકારી મેળવી અને ગત જૂનમાં સતાવરી, નાગરમોથ, સર્પગંધા, લેમનગ્રાસ, દમવેલ, લસણવટી, પથ્થરચટ્ટી, સિંદુર, લિંડી પેપર, ગીલોય(ગળો) સહિતની ઔષધીઓથી બાગ નું નિર્માણ કરાયું હતું.


 

 

 

 

 

શાળા કેમ્પસમાં પણ બગીચો બનાવ્યો છે.

શાળામાં તેમણે શાળાના કેમ્પસમાં પચાસ સરગવા અને આંબાનું પણ વાવેતર કર્યું છે તથા સિમેન્ટના કૂંડા પણ નોનયુઝ ડસ્ટબીન નો ઉપયોગ કરી તેમને જાતે જ બનાવ્યા છે અને તેમાં રોપાઓનો ઉછેર કર્યો છે. આ બગીચામાંથી લોકો જીવન ઉપયોગી ઔષધિઓનો ઉપયોગ કરી રહ્યા છે.વધુ માં જ્યેન્દ્રસિંહે છેલ્લા સાતેક વર્ષ દરમિયાન 300 થી વધુ વૃક્ષો વાવી તેનું જતન કર્યું છે.

મોટા પ્રમાણમાં ગામલોકો ઔષધિ વાપરે છે.

કમાલપુરની શાળાના શિક્ષક દ્વારા જે ઔષધીય બગીચો બનાવાયો છે. જે ઔષધિઓ એક જ સ્થળે મળી રહેવાથી ગ્રામજનો મોટી સંખ્યામાં કોરોનામાં ઉપયોગ કરી રહ્યા છે. ઉપરાંત શાળા દ્વારા બાળકો માટે બનાવાયેલ બગીચામાં પંચાયત દ્વારા પંચવટી યોજના અંતર્ગત રમતગમતના સાધનોની સુવિધા પૂરું પાડવામાં આવી છે.

(દિપકસિંહ રાઠોડ, સાબરકાંઠા. તરફથી સહાભાર)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.