મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી :  હિંમતનગર શહેરમાં પિતા-પુત્ર બજારમાં ગયા હતા ત્યારે તેમની પાસે રહેલો દસ વર્ષીય પુત્ર અચાનક ગુમ થઇ જતા પીતા બેબાકળો બન્યો હતો. અને હિંમતનગર પોલીસને જાણ કરતા પોલીસ તાબડતોડ દોડી આવી ગુમ થયેલ બાળકને શોધવા તેના ફોટા પોલીસે પોલીસ ગ્રુપમાં મોકલી આપી તાબડતોડ હિંમતનગર શહેર અને આજુબાજુના વિસ્તારોમાં પોલીસ ગુમ બાળકને શોધવા માટે કવાયત હાથધરી હતી. શહેરમાથી ગુમ થયેલ બાળક સહકારી જીન વિસ્તારમાં જોવા મળતા પોલીસે ગુમ થયેલ બાળકના ફોટોના આધારે શોધી કાઢી માતા-પિતાને સોંપતા બાળક અને પિતાની આંખો માંથી હર્ષના આશુ સરી પડ્યા હતા. હિંમતનગર પોલીસ હાશકારો અનુભવ્યો હતો જીલ્લા પોલીસવડા નીરજ બાળગુજરે પોલીસકર્મીઓની કામગીરીની સરાહના કરી હતી.
 
હિંમતનગર શહેરમાં એક સ્વીટમાર્ટ પાસેથી પિતા સાથે રહેલ ૧૦ વર્ષીય બાળક ગુમ થતા પોલીસેને જાણ કરતા જીલ્લા પોલીસવડા નીરજ બડગુજરે ઘટનાની ગંભીરતા સમજી ગુમ થયેલ બાળકને શોધી કાઢવા તપાસના આદેશ આપતા હિંમતનગર પોલીસે ગણતરીના કલાકોમાં બાળકને સહકારીજીન ખાતે થી શોધી કાઢ્યો હતો અને પીતા સાથે મિલન કરાવ્યું હતું. ૧૦ વર્ષીય ગુમ થયેલ બાળકના પિતા કિરીટ નાયીએ હિંમતનગર પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. ૧૦ વર્ષીય ગુમ બાળકને ગણતરીના કલાકોમાં પોલીસે શોધી કાઢતા લોકોએ પોલિસની ત્વરીત કામગીરીની સરાહના કરી હતી.