મેરાન્યૂઝ નેટવર્ક. હિંમતનગર :રાજ્યમાં આત્મહત્યાના બનાવોમાં સતત નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. હિંમતનગર શહેરમાં ૯ વર્ષીય શ્રમિક પરિવારની બાળકીની આત્મહત્યાની ઘટનાની શાહી સુકાઈ નથી ત્યારે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં એક દર્દીએ પહેલા માળે થી ઝંપલાવી આત્મહયા કરી લેતા ભારે ચકચાર મચી હતી. દર્દીએ આત્મહત્યા કરી લેતા સિવિલ હોસ્પિટલમાં ભારે દોડધામ મચી હતી. સિવિલ હોસ્પિટલમાં દર્દીએ આત્મહત્યા કરી લેતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
હિંમતનગર સિવિલ હોસ્પિટલના પ્રથમ માળેથી એક દર્દીએ મોતની છલાંગ લગાવી દીધી હતી. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં પેટના દુખાવાની ફરિયાદ સાથે દાખલ થયેલા પ્રાંતિજના ગ્રામ્ય વિસ્તારના ચંપકસિંહ ભાથીસિંહ રાઠોડ નામના દર્દીએ પ્રથમ માળે આવેલ કાચની બારીમાંથી ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. હાલ તો દર્દીએ કેમ આત્મહત્યા કરી લીધી તેનું કોઈ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. સિવિલ હોસ્પિટલમાં આત્મહત્યાની ઘટના બનતા હિંમતનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી છે.
Advertisement
 
 
 
 
 
[આત્મહત્યા ક્યારેય કોઈ બાબતનું સમાધાન નથી. દરેક સ્થિતિ એક ગરમ દુધના ઉભરા સમાન હોય છે જે ચોક્કસ સમયે પાછી મૂળ સ્થિતિમાં આવે છે. જો તમારે મદદની જરૂર છે અથવા આપ એવા કોઈ વ્યક્તિને ઓળખો છો કે જેમને આવા કોઈ સંજોગોના કારણે મદદની જરૂર છે, તો તેવા સમયે નજીકના માનસિક સ્વાસ્થ્ય કેન્દ્ર પર જાઓ અથવા હેલ્પલાઈન નંબર- AASRA: 91-22-275-46-669 (24 કલાક ઉપલબ્ધ), Icall- 91-915-298-7821 (સોમવારથી શનિવાર સુધી સવારે 8થી રાત્રે 10 વાગ્યા સુધી ઉપલબ્ધ), NGO- 1800-209-4353 (બપોરે 12 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ઉપલબ્ધ છે. તેમને ફોન કરી મદદ માગી શકો છો.]