મેરાન્યૂઝ નેટવર્ક.હિમાચલ પ્રદેશઃ કેરળમાં હાલમાં જ એક ગર્ભવતી હાથણીને બોમ્બ ભરેલું અનાનસ ખવડાવી દેતા તેનું મોત નિપજ્યું હતું. માનવતાને હચમચાવી મુકનારી આવી જ એક ઘટના હિમાચલ પ્રદેશના બિલાસપુરના ઝંડુતા વિસ્તારમાં બની છે. જ્યાં ગર્ભવતી ગાયને જીવતો બોમ્બ ખવડાવી દીધો છે. જેને પગલે ગાય ગંભીર રીતે ઘવાઈ હતી.

કેરળમાં બનેલી ઘટનામાં એકની ધરપકડ કરવામાં આવી છે. કારણ કે જે તોફાની તત્વોએ તેને અનાનસમાં ફટાકડા ભરીને આપ્યા હતા ત્યારે હાથણીનું જડબું તૂટી ગયું હતું. તે આ પછી વેલિયાર નદીમાં ત્રણ દિવસ સુધી પણીમાં મોંઢુ રાખીને ઊભી રહી. તે પછી તેના ગર્ભનું મોત થયું. પછી આ અંગે લોકોમાં નારાજગી વ્યાપતાં કેરળ સરકાર દ્વારા તપાસ શરૂ કરી દેવડાવી હતી. હવે આવી જ ઘટના હિમાચલમાં બની છે જ્યાં જીવતો બોમ્બ ગાયને ખવડાવી દેતાં ગાયને મોંઢાના ભાગે ઈજાઓ થવા પામી છે.