મેરાન્યૂઝ નેટવર્ક.હિમાચલ પ્રદેશ: હિમાચલ પ્રદેશમાં એક પર્વત પર ચડતો બહુ લાંબો કિંગ કોબ્રા દેખાયો, લોકો જોઈને ગભરાઇ ગયા અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કેટલાક આ કિંગ કોબ્રાને 5 મીટર હોવાનું જણાવી રહ્યાં છે અને કેટલાક તેને જોખમી ગણાવી રહ્યા છે. લોકોને ઉત્સુકતા છે કે તે ક્યાંથી આવ્યો છે અને કેમ તે પર્વત પર ચડી  રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે એક કિંગ  કોબ્રા પર્વત પર ચડી રહ્યો છે. આ વીડિયો ડીડી ન્યૂઝ દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. જે ઘણો જોવામાં આવી રહ્યો છે.

વીડિયોને ટ્વિટર પર શેર કરતી વખતે ડીડી ન્યૂઝે કેપ્શનમાં લખ્યું છે કે, 'હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લાના પાંવટા સાહિબના ગિરિનગર વિસ્તાર નજીક તાજેતરના સમયમાં સૌથી લાંબા કિંગ કોબ્રામાંના એક જોવામાં આવ્યો છે .'

આ વીડિયો 6 જૂને શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 14 હજારથી વધુ વ્યૂ મળી ચૂક્યા છે. ઉપરાંત, 900 થી વધુ લાઇક્સ અને 200 થી વધુ રીટ્વીટ આવી ચૂક્યા છે. ટિપ્પણી વિભાગમાં, લોકોએ આશ્ચર્યજનક પ્રતિક્રિયા આપી છે અને કિંગ કોબ્રાને ખૂબ જોખમી ગણાવ્યા છે.