મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપના સાંસદ રામસ્વરૂપ શર્માનું બુધવારે શંકાસ્પદ મોત થયું છે. તેમણે દિલ્હીના રામમનોહર લોહિયા હોસ્પિટલમાં તેમને લઈ જવાયા જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા. તેમના મૃત્યુના કારણે આજે થનારી ભાજપની સંસદીય દળની બેઠકને રદ્દ કરી દેવામાં આવી છે.

દિલ્હી પોલીસના મુજબ, તેમણે સાંસદના એક સ્ટાફએ સવારે અંદાજે 8.30 વાગ્યે જાણકારી આપી કે આરએમએલ હોસ્પિટલના પાસે ગોમતી એપાર્ટમે્ટમાં ભાજપ સાંસદ રામસ્વરૂપ શર્માએ આત્મહત્યા કરી લીધી છે. ઘટના સ્થળ પર જ્યારે અધિકારી પહોંચ્યા તો તેમનો રૂમ અંદરથી બંધ હતો. જ્યારે દરવાજો તોડ્યો તો તેમની લાશ લટકતી હાલતમાં મળી હતી. પોલીસે કહ્યું કે અમે તપાસમાં જોડાયા છીએ હાલ તેમની આત્મહત્યાનું કારણ સામે આવ્યું નથી.

ત્યાં જ લોકસભામાં રામસ્વરૂપ શર્મા અને મનોહર લાલ સૈનીને શ્રદ્ધાંજલી આપ્યા પછી બુધવારે સદનની બેઠક બપોર એક વાગ્યા સુધી સ્થગીત કરી દેવાઈ છે. રામસ્વરૂપ શર્મા ઘણી વાર મંડી સંસદીય વિસ્તારથી બીજી વાર સાંસદ બન્યા હતા. મંડી જિલ્લાના ભાજપ અધ્યક્ષ રણવીર સિંહએ કહ્યું કે સાંસદના નિધની સૂચના મળી છે. પાર્ટી પદાધિકારીઓ તથા કેટલાક નજીકના લોકો દિલ્હી જવા માટે રવાના થઈ ગયા છે.