મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ હેલ્લારો ફિલ્મની અભિનેત્રી ભૂમિ પટેલ હવે આપણા વચ્ચે નથી. ભૂમિ પટેલના નિધનના સમાચારે ભારે ચકચાર જગાવી છે. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક ઉચ્ચ કોટીની ફિલ્મ તરીકે ગણના પામેલી અને રાષ્ટ્રીય એવોર્ડ જીતી ચુકેલી હેલ્લારો ફિલ્મમાં ભૂમિએ ડાન્સરની ભૂમિકા ભજવી હતી. વિગતો એવી મળી રહી છે કે ભૂમિનું નિધન કેન્સરને પગલે થયું છે.

હાલમાં જ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ નરેશ કનોડિયા, મહેસ કનોડિયા સહિત ગુજરાતી ફિલ્મોમાં કામ કરતાં મોટા નાના ઘણા જરૂરી ચહેરાઓને ગુમાવ્યાના શોકમાં છે ત્યારે વધુ એક ગમગીન સમાચાર ફિલ્મ જગત અને ગુજરાતી ફિલ્મોના ચાહકો માટે આવ્યા છે. ભૂમિ બ્લડ કેન્સર સામે લડી રહી હતી તેવી જાણકારી મળી રહી છે સાથે જ લાંબા સમયથી તે બ્લડ કેન્સર સામે લડતાં લડતાં આજે તેણે દમ તોડ્યો છે.